IPL વચ્ચે આવ્યા મોટા સમાચાર, BCCIએ ફિક્સિંગ કેસમાં આ ટીમના માલિક પર લગાવ્યો પ્રતિબંધ
BCCI Imposed Ban : IPL 2025ની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રાએ મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઇઝીના પૂર્વ સહ-માલિક ગુરમીતસિંહ ભમરાહ પર પ્રતિબંધ મૂક્યો છે.
Trending Photos
BCCI Imposed Ban : ભારતમાં હાલ IPL ધૂમ મચાવી રહી છે. રમતપ્રેમીઓ ક્રિકેટના આ મહાકુંભને માણી રહ્યા છે. જ્યારે BCCI સંપૂર્ણ રીતે સતર્ક છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના લોકપાલ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ મિશ્રાએ મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઇઝીના પૂર્વ સહ-માલિક ગુરમીતસિંહ ભામરાહ પર પ્રતિબંધ મૂક્યો છે. ટૂર્નામેન્ટના 2019 તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે શહેરના ખેલાડીઓ ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો કથિત રીતે સંપર્ક કરવા બદલ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફાસ્ટ ધવલ કુલકર્ણીએ 12 ODI અને કેટલીક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ગુરમીતસિંહ ભમરાહ બંધ થયેલી GT20 કેનેડા સાથે સંકળાયેલા હતા અને હવે તે મુંબઈ T20 લીગનો ભાગ પણ નથી, જે 2019ની સિઝન પછી કોવિડને કારણે સસ્પેન્શન બાદ આ વર્ષે ફરી શરૂ કરવામાં આવી રહી છે. તે SoBo સુપરસોનિક્સના સહ-માલિક હતા. આદેશની નકલમાં પ્રતિબંધ કેટલા સમય માટે છે તેનો ઉલ્લેખ નથી, પરંતુ BCCIના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા (ACU) મુજબ, તે ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
BCCIએ કરી કાર્યવાહી
BCCIના ACU કોડ અનુસાર, 'તપાસ પૂર્ણ થયા બાદ ACU એ તેનો રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં તેણે ભલામણ કરી હતી કે પ્રતિવાદી પર કલમ 2.1.3, 2.1.4, 2.4.1 સાથે સહભાગીઓ માટે કલમ 2.5.1 અને BCCI ACUની કલમ 2.5.2 હેઠળ આરોપ લગાવવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ACUએ વધુમાં ભલામણ કરી છે કે સંહિતાની કલમ 4 અને કલમ 5 ની જોગવાઈઓ હેઠળ પ્રતિવાદી વિરુદ્ધ યોગ્ય આદેશો પસાર કરવામાં આવે.' BCCIના એસીયુ કોડ અનુસાર, કલમ 2.1.1 અથવા 2.1.2 અથવા 2.1.3 અથવા 2.1.4 હેઠળના કોઈપણ ગુના પર ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રતિબંધ અને આજીવન પ્રતિબંધ લગાવવામાં આવશે.
મેચ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો
ઓર્ડરની કોપીમાં કહેવામાં આવ્યું છે કે સોનુ વાસન નામના વ્યક્તિએ ભમરાહના કહેવા પર મેચ ફિક્સ કરવા માટે ઠક્કરનો સંપર્ક કર્યો હતો. ખેલાડીઓ ભમરાહને 'પાજી' કહેતા હતા. તેના અનુસાર, 'વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ દર્શાવે છે કે સોનુ વાસને પ્રતિવાદી વતી ભાવિન ઠક્કરને પૈસા અને અન્ય લાભોની ઓફર કરી હતી. પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલી સમગ્ર દરખાસ્તને યોગ્ય ઠેરવતા સોનુ વાસને ભાવિન ઠક્કરને જણાવ્યું હતું કે તેઓ આ બાબતે જે પણ નિર્ણય લેવા માગે છે, વાસણ પ્રતિવાદીને જાણ કરશે. કુલકર્ણીના સંપર્ક અંગે, ઓર્ડરમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તેમનું નિવેદન ACU દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે