સ્પોટ ફિક્સિંગમાં જેલ ગયેલો ક્રિકેટર બન્યો મુંબઈનો કોચ, IPLમાં રાજસ્થાન રોયલ્સની ટીમનો હતો ભાગ
Mumbai Cricket : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ આગામી ઘરેલુ સીઝન માટે સિનિયરથી લઈને જુનિયર ક્રિકેટ સુધીના સપોર્ટ સ્ટાફના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન MCAએ એક એવો નિર્ણય લીધો જેનાથી હોબાળો મચી ગયો છે. IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર ભૂતપૂર્વ બોલર અંકિત ચૌહાણને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Trending Photos
Mumbai Cricket : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા તેના તમામ સપોર્ટ સ્ટાફના નામ જાહેર કરવામાં આવ્યા છે. MCAએ અંડર-14 ટીમના મુખ્ય કોચ તરીકે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર ભૂતપૂર્વ બોલર અંકિત ચૌહાણની પસંદગી કરી છે. MCAના આ નિર્ણય પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સ્પોટ ફિક્સિંગમાં જવું પડ્યું હતું જેલ
અંકિત ચવ્હાણ એ 3 ખેલાડીઓમાંનો એક છે જેમને 2013માં IPL દરમિયાન સ્પોટ ફિક્સિંગના આરોપસર જેલ મોકલવામાં આવ્યા હતા. શ્રીસંત અને તેની સાથે અજિત ચૌહાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અજિત ચૌહાણ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BCCIએ બાદમાં આ સમયગાળો ઘટાડીને 7 વર્ષ કર્યો હતો. બે વર્ષ પછી તેને વ્યાવસાયિક ક્રિકેટમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી. અંકિતે કર્ણાટક સ્પોર્ટ્સ ક્લબ માટે મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમી અને બાદમાં તેની લેવલ-1 કોચિંગ પરીક્ષા પાસ કરી. તેની કારકિર્દીમાં અંકિતે 13 IPL મેચ રમી. આ ઉપરાંત તેણે મુંબઈ માટે 18 ફર્સ્ટ ક્લાસ મેચ અને 20 લિસ્ટ A મેચ પણ રમી.
ઓમકાર સાલ્વી મુંબઈના મુખ્ય કોચ રહેશે
એમસીએએ આગામી 2025/26 સ્થાનિક સિઝન માટે ઓમકાર સાલ્વીને મુંબઈની સિનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે જાળવી રાખ્યા છે. એમસીએએ જણાવ્યું હતું કે સંજય પાટિલ સિનિયર પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ રહેશે. મુંબઈએ 2024/25 સ્થાનિક સિઝનમાં સાલ્વીના કોચિંગ હેઠળ 27 વર્ષના અંતરાલ પછી ઈરાની કપ જીત્યો હતો. આ ઉપરાંત, તેઓએ રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવતા પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી હતી. સાલ્વી આઈપીએલ 2025 વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલિંગ કોચ પણ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે