EPFOએ બદલાયા આ નિયમ, કર્મચારીઓ પર પડશે અસર; તાત્કાલિક ચેક કરો ડિટેલ

EPFO New Rule: EPFOના આ પગલાનો ઉદ્દેશ્ય UANને વધુ ઓથેન્ટિક અને એરર-ફ્રી બનાવવાનો છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UNM)એ EPF યોજના હેઠળ નામાંકિત દરેક કર્મચારીને આપવામાં આવતો 12-અંકનો મહત્વપૂર્ણ યુનિક ઓળખ કોડ છે.

EPFOએ બદલાયા આ નિયમ, કર્મચારીઓ પર પડશે અસર; તાત્કાલિક ચેક કરો ડિટેલ

EPFO New Rule: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 1 ઓગસ્ટથી નવા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ કરવા માટે આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે. 30 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં EPFOએ તેના પ્રાદેશિક અધિકારીઓને ફક્ત આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) દ્વારા નવા UAN જનરેટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

EPFOના આ પગલાનો ઉદ્દેશ્ય UANને વધુ પ્રમાણિક અને એરર-ફ્રી બનાવવાનો છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UNM) એ EPF યોજના હેઠળ નામાંકિત દરેક કર્મચારીને આપવામાં આવતો 12-અંકનો એક મહત્વપૂર્ણ યુનિક ઓળખ કોડ છે. તેના વિના EPF ફાળો આપનારાઓને તેમના PF બેલેન્સને ઍક્સેસ કરવા અને એડવાન્સ ઉપાડ માટે દાવા સબમિટ કરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શું છે નવો નિયમ
નવા નિયમો મુજબ નવા કર્મચારીઓ માટે ફક્ત આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા UAN જનરેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ અને નેપાળ અને ભૂટાનના નાગરિકો જેવા અપવાદરૂપ કિસ્સાઓમાં હાલની નોકરીદાતા-આધારિત UAN પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે, કેટલાક કિસ્સાઓમાં નોકરીદાતાઓ દ્વારા UAN જનરેટ કરવાની મંજૂરી હજુ પણ રહેશે, પરંતુ હવે મોટાભાગના કર્મચારીઓ માટે આધાર-આધારિત FATનો ઉપયોગ ફરજિયાત છે. નવા કર્મચારીઓએ એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે આ પ્રક્રિયા ઉમંગ એપ્લિકેશન દ્વારા પૂર્ણ કરવી પડશે.

કોને અસર થશે
ચહેરાની ઓળખની નવી આવશ્યકતા મલ્ટીનેશનલ કંપનીઓને મેનપાવર સોલ્યુશન પૂરી પાડતી સ્ટાફિંગ ફર્મો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. EPFOને તાજેતરમાં આપેલા એક અહેવાલમાં ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશન (ISF)એ ભાર મૂક્યો છે કે સુધારેલી નીતિ કર્મચારીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે, કારણ કે તેમાંના ઘણાના મોબાઇલ નંબર તેમના આધાર સાથે જોડાયેલા નથી.

18 લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપતી 135થી વધુ કરાર આધારિત સ્ટાફિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશન (ISF)એ આ નવા નિયમો દ્વારા ઉભા થયેલા પડકારો પર પ્રકાશ પાડ્યો છે. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે, વપરાશકર્તાઓ નવી સિસ્ટમથી અજાણ હોવા અને પ્રમાણીકરણ દરમિયાન ફોન મોડેલ અને કેમેરા સેટિંગ્સમાં સંભવિત વિસંગતતાઓને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news