Gautam Gambhir Death Threat: ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે આપી મારી નાખવાની ધમકી, ઈમેઈલમાં લખ્યા હતા આ 3 શબ્દો
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર સામે આવતા જ ભારે ખળભળાટ મચ્યો છે. ગંભીરે પહલગામ હુમલાની ભારે ટીકા કરી હતી.
Trending Photos
પહલગામ આતંકી હુમલાના કારણ દેશ છેલ્લા બે દિવસથી ભારે શોકમાં ડૂબેલો છે. ચારેબાજુ એક્શન તેજ છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ ગંભીરને એક મેઈલ આવ્યો છે જેમાં આ ધમકીભર્યો મેસેજ લખેલો છે.
ગંભીરે નોંધાવી એફઆઈઆર
ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મારી નાખવાની ધમકી મળી છે. આ વાતની જાણકારી સમાચાર એજન્સી એએનઆઈએ આપી છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કોચે પોલીસનો સંપર્ક કર્યો અને તત્કાળ પ્રભાવથી કાર્યવાહીની માંગણી કરી છે. રજિન્દર નગર પોલીસ સ્ટેશન અને ડીસીપી સેન્ટ્રલ અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે કે ગંભીરે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.
શું લખ્યું છે મેઈલમાં
ગૌતમ ગંભીરને આ ધમકીભર્યો ઈમેઈલ 22 એપ્રિલે મળ્યો. જેમાં માત્ર ત્રણ શબ્દ લખ્યા હતા...'I KILL YOU'. આ અગાઉ ગૌતમ ગંભીરે પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી. તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. આ હુમલા માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે