IPL 2025 : ઈશાંત શર્માની આ હરકતથી લાઈવ મેચમાં હોબાળો, BCCIએ આપી મોટી સજા

Ishant Sharma : સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્માની એક હરકતના કારણે લાઈવ મેચમાં હોબાળો મચી ગયો હતો. જો કે, મેચ બાદ તરત જ  BCCI દ્વારા તેની સામે પગલાં લેવામાં આવ્યા હતા.
 

IPL 2025 : ઈશાંત શર્માની આ હરકતથી લાઈવ મેચમાં હોબાળો, BCCIએ આપી મોટી સજા

Ishant Sharma : ગુજરાત ટાઇટન્સે રવિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 20 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. BCCI અનુસાર, ઈશાંત શર્માએ લેવલ 1નો ગુનો સ્વીકાર્યો છે, જે આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ આવે છે.

BCCIએ ઈશાંત શર્માને આપી મોટી સજા

ઈશાંત શર્માએ મેચ રેફરીએ આપેલી સજા સ્વીકારી લીધી છે. લેવલ 1 કેસમાં, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા હોય છે. આઈપીએલના નિયમો અનુસાર, નિયમ 2.2 મેચ દરમિયાન ક્રિકેટના સામાન અથવા કપડાં, મેદાનના સાધનો અથવા અન્ય વસ્તુઓના દુરુપયોગ સાથે સંબંધિત છે. ઈરાદાપૂર્વક અથવા બેદરકારીપૂર્વક કરવામાં આવેલ કોઈપણ કૃત્ય જેમ કે જાહેરાતના બોર્ડ, ડ્રેસિંગ રૂમના દરવાજા, બારીઓ અને અન્ય ફિક્સર અને ફિટિંગને નુકસાન પહોંચાડવું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે શું કર્યું હતું જેના માટે આ સજા મળી છે.

પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને

બીજી તરફ ગુજરાત ટાઇટન્સે આ જીત સાથે સતત ત્રીજી મેચ જીતી અને IPL 2025ના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન કબજે કર્યું છે. તેણે હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું. આ મેચમાં ગુજરાતના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જે આઈપીએલમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 152 રન પર જ સિમિત રહી હતી. જો કે, આ મેચમાં ઈશાંત શર્માનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શક્યો નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news