હૈદરાબાદને હરાવ્યા બાદ રહાણેએ કરી દિલની વાત, જાણો શું બોલ્યો કોલકત્તાનો કેપ્ટન
સનરાઇઝર્સ હૈદરાબાદ પર 80 રનથી મળેલી જીત બાદ અજિંક્ય રહાણેએ પોતાના દિલની વાત કહી છે. સાથે તેણે આ મેચમાં જીતનું મહત્વ પણ જણાવ્યું છે.
Trending Photos
કોલકત્તાઃ સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રને કારમો પરાજય આપી કોલકત્તાએ શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ કેકેઆરનો કેપ્ટન રહાણે પણ ખુશ જોવા મળ્યો હતો. અજિંક્ય રહાણેએ કહ્યુ કે તેની ટીમ માટે આ મેચ જીતવી જરૂરી હતી અને તે પણ મોટા અંતરથી. કેકેઆરએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 200 રન બનાવ્યા અને જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 120 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. રહાણેએ મેચ બાદ કહ્યુ કે આ મેચ અમારી માટે મહત્વપૂર્ણ હતી. જીતવું અને મોટા અંતરથી જીત જરૂરી હતી. અમે આ વિકેટ પર પહેલા બોલિંગ કરવા ઈચ્છતા હતા, પરંતુ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવી પડી હતી.
આવી હતી રણનીતિ
રહાણેએ કહ્યુ કે બે વિકેટ ગુમાવ્યા બાદ ઈનિંગને સંભાળવા પર વાત થઈ જેથી વિકેટ હાથમાં રહેવા પર 11મી-12મી ઓવર આવ્યા બાદ બેટર ઝડપથી રન બનાવી શકે. અમે અમારી ભૂલમાંથી શીખ્યું છે. આ મેચમાં પણ બેટિંગ ગ્રુપને શીખ મળી છે. તેણે કહ્યુ કે જ્યારે રિંકૂ અને વેંકટેશ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્ય 30 બોલમાં 50-60 રન બનાવવાનો હતો. અમે 15 ઓવર સુધી સામાન્ય બેટિંગ કરવા ઈચ્છતા હતા અને ત્યારબાદ હાથ ખોલવાના હતા. અમને લાગ્યું કે 170-180 સારો સ્કોર હશે પરંતુ રિંકુ અને વેંકટેશે 200 સુધી સ્કોર પહોંચાડી દીધો હતો.
બોલરોની કરી પ્રશંસા
રહાણેએ પોતાના બોલરોની પ્રશંસા કરતા કહ્યુ કે અમારી પાસે ત્રણ શાનદાર સ્પીનર હતા. દુર્ભાગ્યથી મોઇન નહોતો પરંતુ વરૂણ અને નારાયણે સારી બોલિંગ કરી. વૈભવ અને હર્ષિતે શાનદાર પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તાએ શરૂઆતી ત્રણમાંથી બે મેચ ગુમાવ્યા બાદ જીત મેળવી છે. હવે તેણે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. તો હૈદરાબાદની આ સતત ત્રીજી હાર છે. કમિન્સની ટીમ આગામી મેચમાં રવિવારે ગુજરાત સામે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે