RCB vs PBKS Final: પહેલું ટાઇટલ જીતવાથી ચૂકી પંજાબ કિંગ્સ, જાણો ફાઇનલમાં હારના 3 મોટા કારણો

IPL 2025 Final: IPL 2025 ફાઇનલમાં પંજાબ કિંગ્સ 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે માત્ર 184 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 6 રનથી જીતીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું.

RCB vs PBKS Final: પહેલું ટાઇટલ જીતવાથી ચૂકી પંજાબ કિંગ્સ, જાણો ફાઇનલમાં હારના 3 મોટા કારણો

PBKS vs RCB IPL 2025 Final: પંજાબ કિંગ્સનું IPL ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 વિકેટે હરાવ્યું છે. જાણો પંજાબ કિંગ્સની હારના 3 મુખ્ય કારણો શું હતા.

શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આરસીબી તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા. બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે આ પીચ પર બહુ મુશ્કેલ નહોતો.

શશાંક સિંહ અંત સુધી ઉભો રહ્યો અને છેલ્લી ક્ષણ સુધી જીતની આશા જીવંત રાખી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન અંતમાં તેમનો સાથ આપી શક્યા નહીં. શશાંકે 30 બોલમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.

પ્રભસિમરન સિંહની ધીમી ઇનિંગ્સ
191 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પ્રથમ વિકેટ માટે 43 રન બનાવ્યા હતા, પરંતુ પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યે ધીમી શરૂઆત કરી હતી. પ્રિયાંશે 19 બોલમાં માત્ર 24 રન બનાવ્યા હતા, જ્યારે પ્રભસિમરને 22 બોલ રમીને 26 રન બનાવ્યા હતા.

કેપ્ટન શ્રેયસ ઐયરનું બેટ કામ ન આવ્યું
આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શ્રેયસ ઐય્યર ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. તે 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો, તે રોમારિયો શેફર્ડના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે તે આવ્યો ત્યારે પંજાબ સારી સ્થિતિમાં હતી, પરંતુ તેની વિકેટ પછી ગેમ પલટાઈ ગઈ હતી.

નેહલ વાઢેરાએ બોલ બગાડ્યા
જ્યારે શશાંક સિંહ અને નેહલ વાઢેરા ક્રીઝ પર હતા, ત્યારે પણ પંજાબ માટે જીત મુશ્કેલ લાગતી ન હતી. પરંતુ નેહલે બોલ બગાડ્યા જેના કારણે ટીમ પર દબાણ વધતું ગયું. નેહલે 15 રન બનાવવા માટે 18 બોલ રમ્યા.

RCBએ પહેલી આઈપીએલ ટ્રોફી જીતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલમાં 6 વિકેટથી જીત મેળવીને પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી, પંજાબ કિંગ્સની જેમ RCB પણ છેલ્લા 17 વર્ષથી પોતાની પહેલી ટ્રોફીની રાહ જોઈ રહી હતી જે હવે પૂરી થઈ ગઈ છે. કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં ફક્ત 17 રન આપ્યા અને 2 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ લીધી. યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડે 1-1 વિકેટ લીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news