મુંબઈ આરામથી જીતી રહ્યું હતું...પછી આ એક નિર્ણયે RCBનું બદલ્યું નસીબ, અમ્પાયરને પણ યુ-ટર્ન લેવો પડ્યો

IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમને RCBએ 12 રને હાર આપી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 221 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ બેસ્ટ પ્રયાસ કરવા છતાં જીતી શકી નહોતી. આ મેચમાં એક એવી તક આવી જેણે RCBની કિસ્મત બદલી નાખી.

મુંબઈ આરામથી જીતી રહ્યું હતું...પછી આ એક નિર્ણયે RCBનું બદલ્યું નસીબ, અમ્પાયરને પણ યુ-ટર્ન લેવો પડ્યો

IPL 2025 : 5 વખતની IPLની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ વર્ષની સિઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. ટીમ IPL 2025માં માત્ર એક જ મેચ જીતી શકી છે અને અત્યાર સુધી 4માં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ મુંબઈની ટીમને તેના હોમગ્રાઉન્ડમાં 12 રને હરાવ્યું હતું. આ મેચમાં એક સમયે મુંબઈની ટીમ સરળતાથી જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ આરસીબીના વિકેટકીપર જીતેશ શર્માના નિર્ણયથી ટીમ મેચમાં પાછી આવી.

જીતેશ શર્માની સમજદારીએ RCBને અપાવી મોટી વિકેટ

આરસીબીના વિકેટકીપર જિતેશ શર્માએ માત્ર બેટથી જ શાનદાર પ્રદર્શન કર્યું ન હતું પરંતુ વિકેટ પાછળ પોતાની સમજદારીએ મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રેયાન રિકલ્ટનને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 221 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. રિકલ્ટનની વિકેટ વહેલી પડી હતી, જેમાં જીતેશના DRS કોલની મહત્વની ભૂમિકા હતી.

આ ઘટના મુંબઈની ઈનિંગની ચોથી ઓવરમાં બની હતી. રિકલ્ટન 10 બોલમાં 17 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ જોશ હેઝલવુડનો એક બોલ તેના બેટને ટચ થયા વગર પેડ સાથે અથડાયો હતો. અમ્પાયરે આઉટ આપ્યો નહોતો, પરંતુ જીતેશે તરત જ કેપ્ટન રજત પાટીદારને રિવ્યુ લેવા માટે કહ્યું. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને ટચ થયો નહોતો અને મિડલ અને લેગ સ્ટમ્પને અથડાયો હોત. આમ, જીતેશની બુદ્ધિમત્તાના કારણે RCBને મોટી વિકેટ મળી અને મેચમાં વાપસી કરી.

 

MI 2 wickets down on 38 in 4 overs inside powerplay.😎🔥 pic.twitter.com/qS123uTQrG

— Aksh Chaudhary (@ChaudharyAkshS1) April 7, 2025

આરસીબીએ મોટો સ્કોર બનાવ્યો

આ પહેલા આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર નોંધાવ્યો હતો. ફિલ સોલ્ટના વહેલા આઉટ થયા પછી, વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ઇનિંગની જવાબદારી સંભાળી અને 91 રનની ભાગીદારી કરી. કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા હતા જ્યારે પડિકલે 37 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી કેપ્ટન રજત પાટીદારે ઝડપથી 32 બોલમાં 64 રન બનાવ્યા હતા. જીતેશે આખરે 19 બોલમાં અણનમ 40 રન ફટકારીને આરસીબીને 20 ઓવરમાં 221 સુધી પહોંચાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news