કમનસીબ ખેલાડી...જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે 50+ રન બનાવ્યા ત્યારે ટીમ મેચ હારી
Mumbai Indians : 7 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં MIને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ફરી એકવારી ટીમનો આ ખેલાડી અનલકી સાબિત થયો હતો.
Trending Photos
Mumbai Indians : IPLના ઈતિહાસમાં એક એવો કમનસીબ ખેલાડી છે, જે ક્યારેય પોતાની અડધી સદીના આધારે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી. આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સનો છે. તિલક વર્માના નામે આ અનિચ્છનીય આઈપીએલ રેકોર્ડ છે, જેને દુનિયાનો કોઈ ખેલાડી તેમના નામે નોંધાવવા માંગતો નથી. તિલક વર્માએ તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 7 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે, પરંતુ એક વખત પણ તેના પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી નથી.
તિલક વર્માના નામે અનિચ્છનીય રેકોર્ડ
તિલક વર્માએ વર્ષ 2022માં આઈપીએલની શરૂઆત કરી હતી અને તે શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 43 મેચોમાં 1307 રન બનાવ્યા છે અને તે પણ તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 39.61ની સરેરાશ અને 144.74ની સ્ટ્રાઈક રેટથી. તિલક વર્માએ આ દરમિયાન 7 અડધી સદી ફટકારી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માએ જે 7 મેચોમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા, તે તમામ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માના 50+ સ્કોર
- 61 vs રાજસ્થાન રોયલ્સ, વર્ષ 2022 - મુંબઈ ઈન્ડિયન્સ હાર્યું
- 51* vs ચેન્નાઈ સુપર કિંગ્સ, વર્ષ 2022 - મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું
- 84* vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વર્ષ 2023 - મુંબઈ ઈન્ડિયન્સ હાર્યું
- 64 vs સનરાઈઝર્સ હૈદરાબાદ, વર્ષ 2024 - મુંબઈ ઈન્ડિયન્સ હાર્યું
- 65 vs રાજસ્થાન રોયલ્સ, વર્ષ 2024 - મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું
- 64 vs દિલ્હી કેપિટલ્સ, વર્ષ 2024 - મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું
- 56 vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વર્ષ 2025 - મુંબઈ ઈન્ડિયન્સ હાર્યું
RCBએ મુંબઈને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ વાનખેડે સ્ટેડિયમ ખાતે સોમવારે એક રોમાંચક IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 રને જીત નોંધાવી હતી. RCBએ વિરાટ કોહલી (67) અને સુકાની રજત પાટીદાર (64)ની અર્ધસદીને કારણે પાંચ વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટે 209 રન જ બનાવી શકી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે