Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી વાગશે કોહલીનો ડંકો, આ સિદ્ધિ મેળવનાર બનશે વિશ્વનો પ્રથમ બેટર

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ દરમિયાન બધાની નજર વિરાટ કોહલી પર હશે. પાકિસ્તાન સામે સદી ફટકારી વિરાટે ફોર્મમાં વાપસી કરી છે. હવે ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

 Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી વાગશે કોહલીનો ડંકો, આ સિદ્ધિ મેળવનાર બનશે વિશ્વનો પ્રથમ બેટર

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાથી માત્ર થોડા રન દૂર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી મુકાબલામાં તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો તો ઈતિહાસ રચી દીધે અને આ ટૂર્નામેન્ટનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. નોંધનીય છે કે ભારતીય ટીમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવી સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ભારત અંતિમ લીગ મેચમાં 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

પાકિસ્તાન સામે ફટકારી હતી સદી
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. કોહલી આ પહેલા રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ પાકિસ્તાન સામે અદ્ભુત ઈનિંગ રમી ભારતને જીત અપાવી હતી. કોહલીની ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ પ્રથમ સદી હતી. હવે કોહલી ન્યૂઝીલેન્ડ સામે વધુ એક ઈનિંગ રમે તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેટલાક રેકોર્ડ તોડી શકે છે. 

આમ કરનાર પ્રથમ બેટર બનશે કોહલી
હકીકતમાં કોહલી અત્યાર સુધી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 6 વખત 50+ સ્કોર બનાવવામાં સફળ થયો છે. જો તે ન્યૂઝીલેન્ડ સમે અડધી સદી ફટકારે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 7 વખત 50 કે તેનાથી વધુ સ્કોર બનાવનાર દુનિયાનો પ્રથમ બેટર બની જશે. અત્યાર સુધી કોઈપણ બેટર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાત વખત 50+ સ્કોર બનાવી શક્યો નથી.

વિરાટ કોહલી અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 5 અડધી સદી અને એક સદી ફટકારી ચૂક્યો છે. તેણે પાકિસ્તાન સામે અડધી સદી ફટકારતા શિખર ધવન, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડના ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના રેકોર્ડની બરોબરી કરી હતી. 

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડી
શિખર ધવન - 6 (3 સદી, 3 અડધી સદી)
સૌરવ ગાંગુલી - 6 (3 સદી, 3 અડધી સદી)
રાહુલ દ્રવિડ - 6 (0 સદી, 3 અડધી સદી)
વિરાટ કોહલી- 6 6 (1 સદી, 5 અડધી સદી)
જો રૂટ – 5 (2 સદી, 3 અડધી સદી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news