પહેલી ટેસ્ટમાં સ્ટાર બોલરની 'શરમજનક હરકત' પર બબાલ, ICCએ ફટકારી કડક સજા

પહેલી ટેસ્ટમાં શરમજનક હરકત કરનાર આ બોલર સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ આ બોલરને તેની ભૂલ બદલ કઠોર સજા ફટકારી છે.

પહેલી ટેસ્ટમાં સ્ટાર બોલરની 'શરમજનક હરકત' પર બબાલ, ICCએ ફટકારી કડક સજા

WI vs AUS 1st Test : વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ચાલી રહી છે, જેમાં એક મોટો વિવાદ જોવા મળ્યો છે. આ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ કડક કાર્યવાહી કરી છે અને તેને સજા ફટકારી છે.

પ્રથમ ટેસ્ટમાં સ્ટાર બોલરની 'શરમજનક હરકત' પર હોબાળો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ જેડન સીલ્સને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. જેડન સીલ્સને ICC આચારસંહિતાના લેવલ-ના ઉલ્લંઘન બદલ ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે બનેલી ઘટનાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

શું હતું આખો મામલો ?

આ ઘટના ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગની 55મી ઓવર દરમિયાન બની હતી. જેડેન સીલ્સે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આઉટ કર્યા પછી પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. ICCના શિસ્ત નિયમો અનુસાર, આને ખેલાડીઓની આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે, કારણ કે આ એક્સપ્રેસન ઉશ્કેરણીજનક અથવા અપમાનજનક ભાષાના દાયરામાં આવે છે.

ICCએ કડક કાર્યવાહી કરી

ICCએ કહ્યું કે જેડન સીલ્સે પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરી જવાગલ શ્રીનાથ દ્વારા આપવામાં આવેલી સજા પણ સ્વીકારી, તેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી થઈ નથી. ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ કેટલબરો અને નીતિન મેનન, થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ફોર્થ અમ્પાયર ગ્રેગરી બ્રેથવેટ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા. 24 મહિનામાં જેડન સીલ્સનો આ બીજો ડિમેરિટ પોઈન્ટ છે. અગાઉ, ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં તેને ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો.

ICCના નિયમો

ICC અનુસાર, સીલ્સે ખેલાડીઓ અને ખેલાડી સપોર્ટ સ્ટાફ માટે ICC આચારસંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ્સમેન આઉટ થાય ત્યારે અપમાનજનક ભાષા, હાવભાવ અથવા આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવાથી સંબંધિત છે. તો સીલ્સે કહ્યું કે તેનો એક્સપ્રેસન કોઈ મોટી વાત નથી, તે ફક્ત થોડી હેરાનગતિ હતી કારણ કે પેટ કમિન્સે તેની બોલિંગ પર કેટલાક સારા શોટ માર્યા હતા, તેથી તેણે મજાકમાં તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news