Rath Yatra 2025: જગન્નાથ પુરી મંદિરની સિડીના ત્રીજા પગથિયા પર ભૂલેચૂકે ન મૂકતા પગ, જાણો શાં માટે?
Lord Jagannath Puri Temple: જગન્નાથ મંદિર સંલગ્ન અનેક એવા રહસ્યો છે જે આજે પણ લોકોને ચોંકાવે છે. ધર્મ શાસ્ત્રો મુજબ જગન્નાથ પુરી ધરતીનું વૈકુંઠ ગણાય છે.
Trending Photos
પુરીના જગન્નાથ મંદિરને ધર્મ શાસ્ત્રોમાં વૈકુંઠ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આજે પણ ભગવાન શ્રી હરિ ત્યાં વાસ કરે છે. આથી આ મંદિરમાં દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થાય છે. જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથ એટલે કે શ્રીકૃષ્ણ સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા બિરાજમાન છે.
પુરી મંદિરના અનેક રહસ્યો
જગન્નાથ પુરી મંદિર પોતાના રહસ્યો માટે પણ ખુબ પ્રસિદ્ધ છે. મંદિર સંલગ્ન અનેક એવા રહસ્યો છે જેનો જવાબ આજ સુધી વિજ્ઞાન પણ શોધી શક્યું નથી. જગન્નાથ પુરી મંદિર વિશે માન્યતા છે કે અહીં આવતા ભક્તોએ મંદિરની સીડીના ત્રીજા દાદરા (પગથિયા) પર પગ મૂકવો જોઈએ નહીં. આ માન્યતા પાછળ શું કારણ છે તે ખાસ જાણો.
પૌરાણિક વાર્તા
પૌરાણિક વાર્તા મુજબ એકવાર યમરાજ ભગવાન જગન્નાથ પાસે આવ્યા અને તેમણે કહ્યું કે હે પ્રભુ આ મંદિરમાં તમારા દર્શન કરવા માત્રથી ભક્તોના બધા પાપ દૂર થાય છે અને કોઈ પણ યમલોક નથી આવતું. આવામાં મનુષ્યો પાપોમાંથી મુક્તિ માટે જગન્નાથપુરી પહોંચી જાય છે અને દર્શન કરીને સરળતાથી તેમના પાપ દૂર થાય છે. યમરાજની આ વાત સાંભળીને ભગવાન જગન્નાથે કહ્યું કે તમે આ મંદિરના ત્રીજા પગથિયા પર સ્થાન ગ્રહણ કરો. જે પણ વ્યક્તિ મારા દર્શન બાદ તેના પર પગ મૂકશે તેના પાપ તો જરૂર દૂર થશે પરંતુ યમલોકમાં જશે.
અત્રે જણાવવાનું કે પુરીનું જગન્નાથ મંદિર ચાર ધામોમાંથી એક ગણાય છે. અહીં દર્શન કરવા માત્રથી ભક્તોના પાપ દૂર થાય તેવી માન્યતા છે. આ મંદિરમાં કુલ 22 પગથિયા છે. પરંતુ તેમાંથી એક- નીચેથી ત્રીજા પગથિયા માટે અલગ જ નિયમ છે. ભક્તો તેના પર પગ નથી મૂકતા અને તેને પૂરી શ્રદ્ધા સાથે પાર કરે છે. આ પગથિયું યમ શિલા કહેવાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે