Watch Video: ટ્રમ્પના ટેરિફ બોમ્બથી સુરતના હીરા ઉદ્યોગની વધશે મુશ્કેલીઓ, મંદી વધુ ઘેરી થશે!
અમેરિકાએ 25% ટેરિફ લગાવવાના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી શકે છે. નેચરલ હીરાના એક્સપોર્ટ પર 10,500 કરોડ, લેબગ્રોન પર 1,470 કરોડ વધારે ચૂકવવા પડશે. ગત વર્ષે 42,000 કરોડના નેચરલ અને 5800 કરોડના લેબગ્રોન ડાયમંડ અમેરિકા એક્સપોર્ટ થયા હતા, હવે ઘટાડો થશે. 3 વર્ષથી મંદી, 25 ટકા ટેરિફ પડતા પર પાટુ સાબિત થશે. ભારતથી અમેરિકા 87 હજાર કરોડના હીરા-ઝવેરાતનું એક્સપોર્ટ. ડાયમંડ અને જવેલરી વેપારીઓએ અન્ય દેશમાં માર્કેટ શોધવી પડશે.