જેમણે હીરો બનાવ્યા એ જ બનાવે છે ઝીરો? બાંગ્લાદેશમાં યુનુસ સાથે શું થઈ રહ્યું છે, કેમ રાજીનામાની થઈ રહી છે વાત
ભારે ઉથલપાથલ સર્જાયા બાદ બાંગ્લાદેશમાં સત્તાપલટો થયો અને શેખ હસીનાએ પદ પરથી હટવું પડ્યું. આ બધામાં મોહમ્મદ યુુનુસના હાથમાં વચગાળાની સરકારની કમાન આવી અને બળવાખોરો અને અન્ય રાજકીય પક્ષોએ તેમને માથે બેસાડ્યા પરંતુ હવે જેમણે સત્તાના સિંહાસન પર બેસાડ્યા એ જ લોકો હવે તેમને જાણે હટાવવા માટે ધમપછાડા કરી રહ્યા હોય તેવું જણાય છે. જાણો આખરે શું છે મામલો.
Trending Photos
ખુબ જ નાટકીય રીતે થોડા સમય પહેલા બાંગ્લાદેશમાં સત્તામાં આવેલા નોબેલ શાંતિ પુરસ્કર વિજેતા મોહમ્મદ યુનુસના રાજીનામા અંગે હાલ અટકળો ખુબ તેજ છે. વિદ્યાર્થી આંદોલન બાદ ઓગસ્ટ 2024માં સત્તા સંભાળનારા યુનુસે પોતે સ્વીકાર્યું છે કે હાલની સ્થિતિમાં તેઓ કામ કરી શકતા નથી. નેશનલ સિટિઝન પાર્ટીના નેતા અન્હિદ ઈસ્લામે જણાવ્યું કે યુનુસે સલાહકારોની બેઠકમાં કહ્યું છે કે જો હું કામ નહીં કરી શકું તો આ પદ પર રહેવાનો શું અર્થ છે. હવે આ સમગ્ર સ્થિતિ સમજવાની જરૂર છે.
ચૂંટણીની તારીખ નક્કી કરવામાં વિલંબ
અસલમાં યુનુસનો ગુસ્સો અને અસમર્થતા એવા સમયે સામે આવી છે કે જ્યારે રાજકીય પક્ષો પરસ્પર સહમતિ બનાવી શકતા નથી અને વચગાળાની સરકારને ચૂંટણીની તારીખ નક્કી કરવામાં વિલંબ પર ઘેરવામાં આવી રહી છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી BNP સહિત અને પક્ષો યુનુસ પર સતત દબાણ સર્જી રહ્યા છે. બીએનપી નેતા ખંદકાર મોશર્રફે હુસૈને ચેવત્યા છે કે જો જલ્દી ચૂંટણીની યોજના ન બની તો પાર્ટી સમર્થન પાછું ખેંચી શકે છે. બીજી બાજુ રાજધાની ઢાકામાં બીએનપી મોટા પાયે પ્રદર્શન કરી રહી છે અને 2020ના વિવાદે મેયર ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઈશરાક હુસૈનની તાજપોશીની માંગણી કરી રહી છે.
સેના પ્રમુખની ચેતવણી
હાલાત અને સ્થિતિ એટલી તણાવપૂર્ણ થઈ કે સેના પ્રમુખ વકાર ઉઝ જમાને યુનુસ સરકારને ચેતવણી આપી કે ચૂંટણી કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બર સુધીમાં કરાવવામાં આવે. બીબીસીના એક રિપોર્ટ મુજબ જમાને સરકારના એ પ્રસ્તાવને પણ ફગાવી દીધો કે જેમાં મ્યાંમારના રખાઈન રાજ્ય માટે માનવીય કોરિડોર બનાવવાની વાત કરાઈ હતી. તેમણે તેને રક્તરંજિત કોરિડોર કહ્યો અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ વિરુદ્ધ ગણાવ્યો. વિપક્ષ પહેલેથી જ આ પ્રસ્તાવને એકતરફી અને ગેરકાયદેસર ગણાવી ચૂક્યો છે. તેનો અર્થ એ થયો કે જે લોકોએ યુનુસને સત્તા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હવે તે લોકો જ તેમને સત્તામાંથી ઉતારવામાં લાગ્યા છે.
'યુનુસ સત્તાના ભૂખ્યા નથી'
જો કે યુનુસના રાજીનામા વિશે અધિકૃત પુષ્ટિ તો નથી થઈ પરંતુ તેમના કાર્યાલયની ચૂપ્પી અને સલાહકારોની ચિંતા સ્પષ્ટ સંકેત આપે છે. એક વિશેષ સલાહકાર ફૈઝ અહેમદ તૈય્યબે કહ્યું કે દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ ફેરફાર માટે યુનુસનું પદ પર રહેવું ખુબ જરૂરી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે યુનુસ સત્તાના ભૂખ્યા નથી.
માનવાધિકારોના ભંગનો આરોપ
બીજી બાજુ હ્યુમન રાઈટ્સ વોચે પણ યુનુસ સરકાર પર માનવાધિકારોના ભંગનો આરોપ લગાવ્યો છે. સંગઠને હાલમાં જ રાજકીય દમન અને આતંકવાદ કાનૂનમાં ફેરફારને લોકશાહી વિરોધી ગણાવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની પાર્ટી અવામી લીગને 12મેના રોજ બેન કરાઈ અને તેના અનેક નેતાઓ પર માનવાધિકાર હનનિા કેસ ચાલે છે. આ બધા દબાવ વચ્ચે યુનુસ સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ ટકી શકશે કે ઈતિહાસ તેમને એક વધુ નિષ્ફળ પ્રયોગ તરીકે યાદ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે