Barabanki Mandir Stampede: બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 શ્રદ્ધાળુઓના મોત અનેક ઘાયલ
Big accident in Avasaneshwar temple: હાલ શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણના સોમવારે જ ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના ઘટી. અવસાનેશ્વર મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ મચી જેમાં 2 શ્રદ્ધાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. વિગતવાર માહિતી જાણો.
Trending Photos
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ મહિનામાં જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ અવસાનેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં જળાભિષેક દરમિયાન અચાનક કરન્ટ ફેલાતા ભાગદોડની સ્થિતિ સર્જાઈ. અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા જ્યારે 29થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં લોનીકટરા હદના મુબારકપરા ગામનો 22 વર્ષનો પ્રશાંત અને અન્ય એક શ્રદ્ધાળુ સામેલ છે. બંનેને ત્રિવેદીગંજ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ આ ઘટના વહેલી પરોઢી લગભગ 3 વાગ્યાની આસપાસ ઘટી જ્યારે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જળાભિષેક માટે ભેગા થયા હતા.
એવું કહેવાય છે કે તે દરમિયાન એક વાંદરો વીજળીના તાર પર કૂદ્યો જેનાથી તાર તૂટીને મંદિર પરિસરમાં ટીનના શેડ પર પડ્યો. તારના પડતા જ તેમાં રહેલો કરન્ટ શેડમાં ફેલાી ગયો જેનાથી ત્યાં હાજર લોકોમાં દહેશત ફેલાઈ અને ભાગદોર મચી ગઈ. ડીએમ સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
અત્રે જણાવવાનું કે એક દિવસ પહેલા જ રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા. કાવડયાત્રા બાદ રસ્તો ખુલવાથી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ભીડના કારણે અફરાતફરી મચી ગઈ જેમાં 15 લોકો ઘાયલ પણ થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે