ડોનાલ્ડ ટ્રમ્પે મિત્ર રાષ્ટ્ર પર જ ફોડ્યો ટેરિફ બોમ્બ, આ 2 દેશોથી કરી શરૂઆત; 1 ઓગસ્ટથી લાગુ થશે નવો ટેરિફ
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ટ્રેડ લેટર સૌથી પહેલા જાપાન અને કોરિયાને મળ્યા છે, જેના પર 25% નો ટેરિફ બોમ્બ ફૂટ્યો છે.
Trending Photos
Trump Tariff: સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ટ્રેડ લેટર સૌથી પહેલા જાપાન અને કોરિયાને મળ્યા છે, જેના પર 25% નો ટેરિફ બોમ્બ ફૂટ્યો છે. આ બન્ને દેશો પર આ ટેરિફ લાદવામાં આવ્યો છે. જો કે, ટ્રમ્પ તરફથી 'સ્વીકાર કરો અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે જાપાન-દક્ષિણ કોરિયાને આ ટેરિફ પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાપાનના વડાપ્રધાન ઇશિબા શિગેરુ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગને મોકલવામાં આવેલા પત્રોના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે તેમને ટેરિફ દરોના નવા સેટને લાગુ કરવાના તેમના પગલા વિશે માહિતી આપી છે.
જાપાનના વડાપ્રધાનને લખેલા તેમના ટેરિફ લેટરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારા માટે તમને આ પત્ર મોકલવો ખૂબ જ સન્માનની વાત છે, કારણ કે આપણા વેપાર સંબંધોની મજબૂતાઈ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને તે હકીકત કે અમેરિકાએ તમારા મહાન દેશની સાથે મહત્વપૂર્ણ વેપાર ખાધ હોવા છતાં સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે સહમતિ વ્યક્ત કરી છે. તેમાં આગળ જણાવાયું છે કે, અમે તમારી સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે, પરંતુ વધુ સંતુલિત અને નિષ્પક્ષ વેપાર સાથે.
તેમના ટેરિફ લેટરમાં તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી મહિનાની પહેલી તારીખથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમે જાપાનને અમેરિકામાં મોકલવામાં આવતા કોઈપણ અને તમામ પ્રકારના જાપાની ઉત્પાદનો પર ફક્ત 25% નો ટેરિફ લાદીશું, જે તમામ પ્રાદેશિક ટેરિફથી અલગ હશે.
જાપાન પર ટેરિફ બોમ્બ ફોડવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે આ 25% ટેરિફને ઓછો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ આંકડો જાપાન સાથેના આપણા વેપાર ખાધના અસમાનતાને દૂર કરવા માટે જરૂરી સંખ્યા કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે, 'જેમ તમે જાણો છો, જો જાપાની કંપનીઓ અમેરિકામાં ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું નક્કી કરે છે, તો કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે