8 જુલાઈ પહેલા ટ્રમ્પ ભારતને આપશે ખુશખબર, અર્થતંત્ર પકડશે ગતિ ?
India US trade Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 90 દિવસના ટેરિફ પ્રતિબંધને લંબાવવાની કોઈ યોજના નથી. મોટાભાગના દેશો માટે, આ 90 દિવસનો સમયગાળો 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એટલે કે ભારત, ચીન સહિત ઘણા દેશો સાથે અમેરિકાના વેપાર સોદા પર અંતિમ મહોર 8 જુલાઈ પહેલા લગાવવામાં આવશે.
Trending Photos
India US trade Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની સમયમર્યાદા 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે. આ દરમિયાન ટ્રમ્પે ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે 9 જુલાઈ પછી, તેઓ ઘણા દેશો પર લાદવામાં આવેલા ટેરિફની સમયમર્યાદા લંબાવશે નહીં. તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થયા પછી, તેમનું વહીવટીતંત્ર એવા દેશોને નોટિસ જારી કરશે જેમની સાથે કોઈ કરાર થયો નથી. આ દેશો પર 10,25,35 અથવા 50 ટકા સુધીના ભારે ટેરિફ લાદી શકાય છે.
9 જુલાઈ પહેલા નોટિસ મોકલવાની તૈયારી
ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમે જોઈશું કે કયો દેશ અમારી સાથે કેવો વ્યવહાર કરે છે. અમને તેમની પરવા નથી કે કોણ સારું છે, ઠીક છે, અને કોણ નથી સારું. અમે ફક્ત તેમને ટેરિફની નોટિસ મોકલીશું.' ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ નોટિસોમાં લખવામાં આવશે કે અમેરિકામાં વ્યવસાય કરવા માટે ભારે ટેરિફ ચૂકવવા પડશે. આ નોટિસ 9 જુલાઈ પહેલા મોકલવાનું શરૂ થશે.
90 દિવસમાં ટાર્ગેટ પુરો થયો નથી
તમને જણાવી દઈએ કે શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે દરેક દેશ સાથે અલગ અલગ સોદા કરવા એ સરળ કાર્ય નથી. તેમના વહીવટીતંત્રે 90 દિવસમાં 90 વેપાર સોદા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ ટ્રમ્પે કહ્યું હતું કે 200 દેશો સાથે એકસાથે વાટાઘાટો શક્ય નથી. વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ એકસાથે આટલા બધા દેશો સાથે કરાર પર પહોંચવું સરળ નથી.
TikTok વિશે શું કહ્યું ?
આ ઉપરાંત, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે TikTokના મુદ્દા પર પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે TikTok માટે ખરીદનાર તૈયાર છે, પરંતુ આ સોદા માટે ચીનની મંજૂરીની જરૂર પડી શકે છે. ટ્રમ્પને લાગે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સોદાને મંજૂરી આપી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે TikTok અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે