દુનિયાભરમાં ફરી વાગી ખતરાની ઘંટી! કોરોના પછી હવે આ વાયરસ મચાવી રહ્યો છે તબાહી, 2 લાખ લોકો બન્યા ભોગ

New Virus Outbreak: ચીન, જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હતો, તે હવે બીજા એક નવા વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ વખતે CHIKV વાયરસએ ચીનના ઘણા જિલ્લાઓમાં હજારો લોકોને ચેપ લગાવ્યો છે, ત્યારબાદ ચીનના આરોગ્ય મંત્રાલયે કટોકટીની કાર્યવાહી શરૂ કરી છે.
 

દુનિયાભરમાં ફરી વાગી ખતરાની ઘંટી! કોરોના પછી હવે આ વાયરસ મચાવી રહ્યો છે તબાહી, 2 લાખ લોકો બન્યા ભોગ

New Virus Outbreak: ચીનમાથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો, તે હવે બીજા એક નવા વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ વખતે મચ્છરજન્ય CHIKV વાયરસ (ચિકનગુનિયા) એ ચીનના ઘણા જિલ્લાઓમાં હજારો લોકોને ચેપ લગાવ્યો છે, જેના પછી ચીનના આરોગ્ય મંત્રાલયે કટોકટી અભિયાન જાહેર કરવું પડ્યું છે. આ વાયરસના કારણે ભારે તાવ અને સાંધામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

હોંગકોંગમાં પણ ચેતવણી જાહેર

આ વાયરસના ઝડપથી ફેલાવાને કારણે, ચીનના ઘણા જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. લોકોને આ રોગથી બચવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ચીનના પડોશી દેશ હોંગકોંગમાં પણ આ વાયરસ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે આ ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે.

ફોશાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ચિકનગુનિયા 

ચીની મીડિયાના સમાચાર મુજબ, દક્ષિણ ચીનના ફોશાન શહેરમાં ચિકનગુનિયા તાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનના શુન્ડેના સ્થાનિક આરોગ્ય સંસ્થાએ માહિતી આપી હતી કે અહીં ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. શુક્રવાર સુધીમાં, ફક્ત આ વિસ્તારમાં ચિકનગુનિયાના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 1161 પર પહોંચી ગઈ છે.

ચીનના અન્ય શહેરો જેમ કે શુન્ડે, લેશોંગ, બિજિયો, ચેનકુન, નાનહાઈ અને ચાનચેંગમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે.

વિશ્વભરમાં ચિકનગુનિયાના 2 લાખથી વધુ કેસ

જો આપણે વિશ્વભરમાં ચિકનગુનિયા તાવના કેસોની વાત કરીએ તો, વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 2,20,000 થી વધુ કેસ નોંધાયા છે. આ આંકડા ચિકનગુનિયા તાવ અંગે વૈશ્વિક સ્તરે સાવચેતી રાખવાનો સંકેત પણ આપી રહ્યા છે.

CHIKV વાયરસ શું છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, ચિકનગુનિયા એક CHIKV વાયરસ છે જે મચ્છરો દ્વારા ફેલાય છે. આના કારણે શરીરના સાંધામાં દુખાવો અને ખૂબ તાવ આવવાની ફરિયાદ રહે છે. તાવ અને દુખાવો ઘણો વધારે હોય છે અને ક્યારેક દર્દીની સ્થિતિ ગંભીર બની જાય છે. વરસાદની ઋતુમાં તે ફેલાવાની શક્યતા વધુ હોય છે. તમને જણાવી દઈએ કે CHIKV વાયરસ મુખ્યત્વે માદા મચ્છરો દ્વારા ફેલાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news