59% સુધી વધશે અદાણી ગ્રુપનો આ શેર ₹800 ને પાર જશે ભાવ, એક્સપર્ટનું અનુમાન, કહ્યું- ખરીદો
Adani Power Share Target: જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. માર્કેટ એનાલિસ્ટે અદાણી પાવરના શેરમાં ખરીદીની સલાહ આપી છે.
Trending Photos
Share Target: જો તમે પણ અદાણી ગ્રુપના કોઈ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અમે તમારા માટે માહિતી લાવ્યા છીએ. માર્કેટ એનાલિસ્ટે અદાણી પાવરના શેરમાં બાય રેટિંગ આપ્યું છે. અદાણી પાવરનો શેર બુધવારે 1 ટકાથી વધુ તૂટી 508 રૂપિયા પર બંધ થયો હતો. આજે ગુરૂવારે મહાવીર જયંતિને કારણે શેર બજારમાં કારોબાર બંધ છે.
શું છે ટાર્ગેટ પ્રાઇસ
વેંચુરા સિક્યોરિટીઝે અદાણી પાવરના શેર પર 806 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનો મતલબ છે કે પાછલી બંધ કિંમતથી અદાણી ગ્રુપનો આ શેર 59 ટકા સુધી વધી શકે છે. બ્રોકરેજે પોતાના નોટમાં લખ્યું કે નાણાકીય વર્ષ 2024મા અદાણી પાવરના રેવેન્યુમાં 29.9 ટકા અને એબિટા (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાની કમાણી) માં 81 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 31 સુધી કંપનીનું લક્ષ્ય પોતાની ક્ષમતાને 30.67 ગીગાવોટ (GW) સુધી વધારવાનો છે. નાણાકીય વર્ષ 2024-27E દરમિયાન રેવેન્યુ અને એબિટામાં ક્રમશઃ 11.8 ટકા અને 10.6 ટકા CAGR ની વૃદ્ધિ થવાની આશા છે.
ડિસેમ્બર મહિનાના પરિણામ
ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 7 ટકા વધીને રૂ. 2,940 કરોડ થયો છે. આવકમાં વધારો મુખ્યત્વે વીજળીના વધેલા વેચાણને કારણે થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, "સંકલિત કુલ આવક નાણાકીય વર્ષ 2024-25ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 11 ટકા વધીને રૂ. 14,833 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 13,355 કરોડ હતી." ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો સાત ટકા વધીને રૂ. 2,940 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,738 કરોડ હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે