Fruits: ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે

Fruits for Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે રોજના આહારમાં આ ફળનો સમાવેશ કરવો જોઈએ. આ સુપર ફુડ પ્રાકૃતિક રીતે નસોમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે.
 

Fruits: ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે

Fruits for Bad Cholesterol: આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામવું સામાન્ય સમસ્યા બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ જેમ કે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ધમનીઓમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરવામાં કેટલાક ફળ મદદ કરી શકે છે. 

આ ફળમાં પ્રાકૃતિક રીતે જ બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાની શક્તિ હોય છે. આ ફળ ખાવાથી ધમનીઓમાં જામેલું કોલેસ્ટ્રોલ બહાર નીકળવા લાગે છે. આ ફળ ખાવાથી હાર્ટ સ્વસ્થ રહે છે. ખાવામાં સ્વાદિષ્ટ આ ફળો ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ, વિટામીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં અને હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. 

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડતા ફળ

ખાટા ફળ

લીંબુ, સંતરા, મોસંબી અને દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામીન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. વિટામીન સી એક શક્તિશાળી એન્ટિ ઓક્સિડન્ટ છે જે નસોની સફાઈ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢે છે. 

સફરજન 

સફરજન વિશે તો કહેવામાં આવે જ છે કે રોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. એટલે કે રોજ એક સફરજન ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ડોક્ટર પાસે જવું પડતું નથી. સફરજનમાં પેક્ટીન નામનું ઘુલનશીલ ફાઇબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ અને શરીરમાંથી કાઢવામાં પ્રભાવી હોય છે. તે ધમનીઓમાં પ્લાક જામતા અટકાવે છે અને હાર્ટ હેલ્ધી રહે છે. 

એવોકાડો 

એવોકાડો એક સુપર ફૂડ છે જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. એવોકાડોમાં રહેલું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખે છે. 

કેળા 

કેળામાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. 

બેરીઝ

સ્ટ્રોબેરી, બ્લુબેરી જેવી બેરીઝ એન્ટિ ઓક્સિડન્ટ અને ફાઇબરનો સૌથી સારો સોર્સ હોય છે. તે સોજા ઓછા કરે છે ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેના કારણે હાર્ટ હેલ્થ સુધરે છે. 

ટમેટા 

ટમેટામાં લાયકોપીન નામનું શક્તિશાળી એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને બ્લડ વેઇન્સને આરામ આપે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news