ન નુકસાનનો ડર ન પૈસા ડૂબવાની ચિંતા, PPFમા ₹1 લાખ લગાવી બનાવી શકો છો 27 લાખ રૂપિયા
પીપીએફ યોજનામાં રોકાણ કરવાથી માત્ર ગેરંટીકૃત વળતર જ મળતું નથી, પરંતુ કર લાભ પણ મળે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે સારી છે જેઓ બાળકોના શિક્ષણ, લગ્ન અથવા નિવૃત્તિ જેવા મોટા ખર્ચ માટે સુરક્ષિત ભંડોળ બનાવવા માંગે છે.
Trending Photos
જો તમે જોખમથી દૂર રહી એક મોટું ફંડ બનાવવા ઈચ્છો છો તો PPF તમારા માટે એકદમ યોગ્ય વિકલ્પ છે. દર વર્ષે માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરી તમે ન માત્ર ટેક્સ બચાવી શકો છો, પરંતુ ભવિષ્યના મોટા ખર્ચ માટે એક મજબૂત આર્થિક પાયો પણ તૈયાર કરી શકો છો.
40 વર્ષની ઉંમરમાં મળી શકે છે મોટું ફંડ
માની લો તમારી ઉંમર અત્યારે 25 વર્ષ છે અને તમે 40 વર્ષની ઉંમરમાં કોઈ મોટું સપનું પૂરુ કરવા ઈચ્છો છો, જેમ કે તમારા બાળકોના અભ્યાસ માટે પૈસા જોડવા કે ખુદનું ઘર ખરીદવું. તેવામાં તમે દર વર્ષે માત્ર 1 લાખ રૂપિયાની બચત કરી Public Provident Fund (PPF) માં રોકાણ કરો છો તો કેટલાક વર્ષોમાં તમે લગભગ 27 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.
કઈ રીતે બનશે 27 લાખનો ફંડ?
પીપીએફ યોજનાનો પાકતી મુદત 15 વર્ષ છે. જો તમે દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવો છો, તો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 15 લાખ રૂપિયા થશે. આના પર તમને 7.1 ટકા વાર્ષિક વ્યાજ મળશે, જે લગભગ 12,12,139 રૂપિયા હશે. એટલે કે તમારી પાસે કુલ 27,12,139 રૂપિયાનું ભંડોળ હશે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે આ આખી રકમ કરમુક્ત રહેશે.
ન કોઈ જોખમ, ન પૈસા ડૂબવાનો ડર
PPF સ્કીમ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તેથી તેમાં કોઈ જોખમ હોતું નથી. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે અને તેમાં મળનાર વ્યાજ પણ નક્કી હોય છે. શેર બજારની જેમ તેમાં ઉતાર-ચઢાવનો ખતરો રહેતો નથી. આ કારણ છે કે આ સ્કીમ નોકરી કરનાર લોકો અને મધ્યમ વર્ગના પરિવારો વચ્ચે ખુબ લોકપ્રિય છે.
ટેક્સમાં પણ જબરદસ્ત છૂટ
PPF માં રોકાણ કરવાથી તમને ટેક્સમાં પણ રાહત મળે છે. આવકવેરા એક્ટની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. સાથે મેચ્યોરિટી પર મળનાર રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે. તેને EEE કેટેગરીમાં રાખવામાં આવ્યું છે, એટલે કે રોકાણ, વ્યાજ અને ઉપાડ, ત્રણેય પર કોઈ ટેક્સ નથી.
કઈ રીતે ખોલાવશે PPF ખાતું?
PPF ખાતું ખોલાવવું ખુબ સરળ છે. તમે કોઈપણ સરકારી કે ખાનગી બેંક, પોસ્ટ ઓફિસ કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ખોલી શકો છો. તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે