Gold Rate Today: જલદી કરો...એક જ ઝટકે સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સસ્તા ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો રેટ

Gold Rate In Ahmedabad: સોનાના ભાવમાં આજે જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે ખુશખબર છે. લેટેસ્ટ રેટ જાણો. 

Gold Rate Today: જલદી કરો...એક જ ઝટકે સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સસ્તા ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો રેટ

નવા અઠવાડિયાના પહેલા જ દિવસે આજે સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું પછડાયું છે. જ્યારે ચાંદીમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. ધ્યાન આપવા જેવી વાત છે કે વૈશ્વિક બજારમાં પણ સોનું નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ભાવ ચેક કરો. 

આજના સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,427 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 95,718 રૂપિયા પર પહોંચ્યો છે. જે લાસ્ટ સેશનમાં 97,145 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 5 રૂપિયા જેટલો મામૂલી ફેરફાર જોવા મળ્યો છે અને  ભાવ 5 રૂપિયા વધીને 1,05,290 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 1,05,285 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) June 9, 2025

કેરેટ          ભાવ (1 ગ્રામ)

24 KT(999)       9,572
22 KT              9,342
20 KT              8,519
18 KT              7,753
14 KT              6,174

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/2IB5beS8LM

— IBJA (@IBJA1919) June 9, 2025

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં (MCX) આજે સોનું 462 રૂપિયા તૂટીને 96574 પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ જ સ્થિતિ સિલ્વરની પણ છે. જો કે ચાંદીમાં મામૂલી 17 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને તે હાલ 105442 રૂપિયા પર ટ્રેડ થતી જોવા મળી. 

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું 3,335 ડોલર પ્રતિ ઔંસ પર સુસ્ત જોવા મળ્યું. જ્યારે ચાંદી 36 ડોલર ઉપર 13 વર્ષની ઊંચાઈ પર બનેલી છે. ક્રૂડ ઓઈલ પણ 66 ડોલર પ્રતિ બેરલ ઉપર મજબૂતીથી  ટકેલું છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news