Gold Rate : ભારત-પાકિસ્તાન તણાવમાં સોનું ચમક્યું...રૂપિયા 4000 મોંઘુ થયું, હવે આટલો છે ભાવ
Gold Rate : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને 24 કેરેટ સોનું 10 ગ્રામ લગભગ 4000 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
Trending Photos
Gold Rate : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને માત્ર એક અઠવાડિયામાં સોનું પ્રતિ 10 ગ્રામ 4,000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. સરહદ પરના તણાવની સીધી અસર સોનાના ભાવ પર પડી છે. આ પહેલા, તેની કિંમત સતત ઘટી રહી હતી. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
MCX પર સોનાના ભાવમાં મોટો ફેરફાર
MCX પર સોનાના ભાવમાં થયેલા ફેરફાર વિશે વાત કરીએ તો 2 મેના રોજ 5 જૂનેની એક્સપાયરીવાળા 999 શુદ્ધ સોનાના વાયદાના ભાવ પ્રતિ 10 ગ્રામ 92.637 રૂપિયા હતો, પરંતુ 9 મેના રોજ આ સોનાનો ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ 96,535 રૂપિયા થયો. જો આપણે આ રીતે જોઈએ તો, એક અઠવાડિયામાં સોનું 10 ગ્રામ દીઠ 3,898 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
સ્થાનિક બજારમાં સોનાનો ભાવ
જો આપણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ વિશે વાત કરીએ, તો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA.Com) ની વેબસાઇટ અનુસાર, અહીં પણ પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના જવાબમાં ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ સરહદ પર ભારત-પાકિસ્તાન તણાવની અસર જોવા મળી હતી અને સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.
2 મેના રોજ સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 93,954 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 9 મેના રોજ વધીને 96,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જો આ મુજબ ગણતરી કરીએ તો, એક અઠવાડિયામાં અહીં પણ સોનું 2466 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું છે. હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,420 રૂપિયા અને 22 કેરેટ સોનનો ભાવ 94,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને કર અને ચાર્જ વગર સોના અને ચાંદીના ભાવ જણાવવામાં આવ્યા છે. IBJA દ્વારા જારી કરાયેલા ભાવ સમગ્ર દેશમાં સમાન છે. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા બનાવડાવો છો, તો તમારે મેકિંગ ચાર્જ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે