સવાર સવારમાં દેશની જનતાને 440 વોટનો ઝટકો! ગુજરાતમાં લોકોને કેટલા રૂપિયામાં પડશે ગેસનો બાટલો?

LPG Price: મંગળવાર એટલે કે 8 એપ્રિલથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ ગયો છે.

સવાર સવારમાં દેશની જનતાને 440 વોટનો ઝટકો! ગુજરાતમાં લોકોને કેટલા રૂપિયામાં પડશે ગેસનો બાટલો?

LPG Price Hike: આજથી એલપીજી ગ્રાહકોને સિલિન્ડર લેવા માટે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. ગ્રાહકોએ 8 એપ્રિલથી 14.2 કિલોના એલપીજી સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ વધારા બાદ દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત વધીને 853 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ આ માટે 803 રૂપિયા ચૂકવવા પડતા હતા. ગેસના ભાવમાં વધારા અંગે કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી હતી કે રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ ₹50નો વધારો થયો છે.

ઉજ્જવલા અને નોર્મલ કેટેગરી બંનેને ચૂકવવી પડશે વધુ કિંમત 
મંત્રીએ એમ પણ કહ્યું કે ઉજ્જવલા અને નોર્મલ કેટેગરીવાળા બન્ને ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય વપરાશકારો માટે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધારીને 853 રૂપિયા અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 503 રૂપિયાથી વધારીને 553 રૂપિયા કરવામાં આવી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું, 'એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થશે. તે 500 રૂપિયાથી વધીને 550 રૂપિયા (PMUY લાભાર્થીઓ માટે) અને અન્ય માટે તે 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે.

કયા શહેરમાં શું છે ભાવ?
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ 8 એપ્રિલથી કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયા થઈ ગયા છે. તેવી જ રીતે લખનૌમાં આજથી એલપીજી સિલિન્ડર માટે 890.50 રૂપિયા ચૂકવવા પડશે. પટનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 951.00 રૂપિયા થઈ ગઈ છે. જયપુરમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 856.50 રૂપિયા થયો છે. દેહરાદૂનમાં ગેસ સિલિન્ડરની કિંમત 850.50 રૂપિયા થઈ ગઈ છે.

શિમલા અને ભોપાલમાં ભાવ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આજથી LPG સિલિન્ડર 897.5 રૂપિયામાં મળશે. ભોપાલમાં આ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં કિંમતની નજીક 858.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગુજરાતના ગાંધીનગરમાં સિલિન્ડરની કિંમત 878.50 રૂપિયા, શ્રીનગરમાં 969 રૂપિયા, ઈન્દોરમાં 881 રૂપિયા અને દક્ષિણ આંદામાનમાં 929 રૂપિયા પર પહોંચી ગઈ છે. 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ડિબ્રુગઢમાં 852 રૂપિયા, કારગીલમાં 985.50 રૂપિયા અને વિશાખાપટ્ટનમમાં 861 રૂપિયા થઈ ગઈ છે.

કેમ વધારવામાં આવ્યા ભાવ
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, 'એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થશે. દિલ્હીમાં આ કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ ગઈ છે. આ એક પગલું છે જેની અમે પછીથી સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, 'અમે દર બેથી ત્રણ અઠવાડિયે તેની સમીક્ષા કરીએ છીએ. તેથી, તમે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો જોયો છે, તેનો બોજ પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકો પર નહીં પડે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાનો ઉદ્દેશ્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ગેસ શેર પર થયેલા 43,000 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news