આવી રહી છે 7 લાખથી સસ્તામાં ધાંસૂ SUV, 24 ઓગસ્ટે થશે લોન્ચ, પંચ અને બ્રેઝાને આપશે ટક્કર
રેનો જલ્દી પોતાની કોમ્પેક્ટ SUV કાઇગરના ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવા જઈ રહી છે. તેને 24 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. નવી કાઇગરની ડિઝાઇન અને ફીચર્સમાં ઘણા ફેરફાર જોવા મળશે.
Trending Photos
રેનો કાઇગર ફેસલિફ્ટ વર્ઝન 24 ઓગસ્ટે લોન્ચ થઈ રહ્યું છે. આ ભારતની સૌથી સસ્તી કોમ્પેક્ટ SUVમાંથી એક છે. હવે તે નવા અવતારમાં લોન્ચ થઈ રહી છે. રેનો કાઇગરને ભારતમાં ફેબ્રુઆરી 2021મા લોન્ચ કરવામાં આવી હતી. હવે તે નવી કોસ્મેટિક અને ફીચર અપડેટ સાથે આવી રહી છે. કંપનીએ લોન્ચ પહેલા કોમ્પેક્ટ SUV ની ટીઝર ઇમેજ જારી કરી છે. કાર કંપનીના ટીઝરમાં SUV C- શેરના ટેલલેમ્પ, શાર્ક ફિન એન્ટીના અને સ્પોર્ટી રિયર બમ્પર જોવા મળી રહ્યાં છે. નવી 2025 રેનો કાઇગર કોમ્પેક્ટ SUV માં એક નવો ચમકદાર લીલો કલર વિકલ્પ પણ મળશે.
આ ઉપરાંત, અપડેટેડ મોડેલમાં સંપૂર્ણપણે બદલાયેલ ફ્રન્ટ હશે, જેમાં રેનોના નવા લોગો સાથે નવી ગ્રિલ હશે. સ્પ્લિટ હેડલેમ્પ્સ વર્તમાન મોડેલમાંથી લેવામાં આવશે. મોટાભાગની સાઇડ પ્રોફાઇલ પહેલા જેવી જ રહેવાની અપેક્ષા છે. તેમાં ડ્યુઅલ-ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, ટેપરિંગ રૂફલાઇન, જાડા બોડી ક્લેડીંગ, રૂફ રેલ્સ અને ચોરસ વ્હીલ કમાનો જાળવી રાખવામાં આવશે.
CNG ઓપ્શનમાં પણ આવશે SUV
નવી કાઇગરમાં મિકેનિકલ ફેરફારની આશા નથી. રેનો કાઇગર ફેસલિફ્ટમાં પહેલાની જેમ 2 પેટ્રોલ એન્જિન વિકલ્પ મળશે, જેમાં એક 1.0 લીટર નેચરલી એસ્પિરેટેડ અને 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. પ્રથમ એન્જિન 72 પીએસ પાવર અને 96 એનએમ ટોર્ક આપે છે, જ્યારે બીજું એન્જિન 100 પીએસ પાવર અને 160 એનએમ ટોર્ક આપે છે. ગિયરબોક્સ વિકલ્પ પણ પહેલાની જેમ રહેશે. 5-સ્પીડ મેનુઅલ અને સીવીટી ઓટોમેટિક. CNG નો વિકલ્પ પણ ડીલરશિપ સ્તર પર રેટ્રોફિટના રૂપમાં ઉપલબ્ધ રહેશે.
આ પ્રકારનું હશે ઈન્ટીરિયર
ઈન્ટીરિયર ડિઝાઇનની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ નવી 2025 રેનો કાઇગરમાં નવી ફ્રીસ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવી કેબિન થીમ અને નવી સીટ અપહોલ્સ્ટરી મળવાની અપેક્ષા છે. વર્તમાન મોડેલની મોટાભાગની સુવિધાઓ તેમાં રહેશે, જેમ કે 7-ઇંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જર, ઓટોમેટિક AC, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, એર ફિલ્ટર, એમ્બિયન્ટ લાઇટિંગ અને અન્ય સુવિધાઓ.
આ ગાડીઓ સાથે થશે મુકાબલો
નવી 2025 રેનો કાઇગરની કિંમતો વર્તમાન મોડલની નજીક રહેવાની સંભાવના છે, જેની વર્તમાન કિંમત 6.15 લાખ રૂપિયાથી 11.23 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવી કાઇગરનો મુકાબલો નિસાન મેગ્નાઇટ, ટાટા નેક્સોન, મહિન્દ્રા XUV 3XO અને મારૂતિ બ્રેઝા સાથે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે