1 શેર પર 3 શેર ફ્રી, પ્રથમવાર બોનસ શેર આપી રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ
Bonus Share: જો તમે પણ બોનસ શેર પર દાવ લગાવવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. તાજેતરમાં ઘણી કંપનીઓ પોતાના રોકાણકારોને બોનસ શેર આપવાની છે, જેમાં એક કંપની Shalibhadra Finance Ltd પણ છે.
Trending Photos
Bonus Share: તાજેતરમાં જે કંપનીઓએ ઈન્વેસ્ટરો માટે બોનસ શેરની જાહેરાત કરી છે તેમાં શૈલભદ્રા ફાઈનાન્સ લિમિટેડ (Shalibhadra Finance Ltd) પણ સામેલ છે. કંપની તરફથી એક શેર પર 3 બોનસ શેર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બોનસ ઈશ્યુ માટે કંપનીએ રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે.
1 શેર પર 3 શેર બોનસ આપી રહી છે કંપની
એક્સચેન્જને આપેલી જાણકારીમાં શૈલભદ્રા ફાઈનાન્સ લિમિટેડે જણાવ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર યોગ્ય ઈન્વેસ્ટરોને 3 બોનસ શેર આપવામાં આવશે. આ બોનસ ઈશ્યુ માટે કંપનીએ 4 જૂન 2025, બુધવારને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરો પાસે આ દિવસે કંપનીના શેર હશે તેને ફ્રી શેર મળશે. નોંધનીય છે કે શૈલભદ્રા ફાઈનાન્સ લિમિટેડ પ્રથમવાર ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે.
કંપનીએ આ પહેલા સપ્ટેમ્બર 2024મા ઈન્વેસ્ટરોને એક શેર પર 1.20 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું.
શેર બજારમાં કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શન?
શુક્રવારે BSE પર શૈલભદ્ર ફાઇનાન્સ લિમિટેડના શેર 0.26 ટકાના ઘટાડા પછી રૂ. 531.75 પર બંધ થયા. 3 મહિનામાં શેર 9.89 ટકા ઘટ્યો છે. તે જ સમયે, 2025 માં અત્યાર સુધીમાં આ શેરમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જે રોકાણકારોએ એક વર્ષ સુધી શૈલભદ્ર ફાઇનાન્સ લિમિટેડના શેર રાખ્યા છે તેમને 14 ટકાથી વધુનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 844.80 રૂપિયા છે. કંપનીનું ૫૨ અઠવાડિયાનું નીચું સ્તર 480 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ410.62 કરોડ રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે