26 મેની તારીખ સાથે પીએમ મોદીનું છે ખાસ કનેક્શન, આ દિવસે શરૂ થયો હતો રાજકારણનો નવો અધ્યાય

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26 મેના રોજ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે... ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર તેઓ ગુજરાત પધાર્યા છે... પરંતું 26 મે સાથે પ્રધાનમંત્રીનું ખાસ કનેક્શન છે 
 

26 મેની તારીખ સાથે પીએમ મોદીનું છે ખાસ કનેક્શન, આ દિવસે શરૂ થયો હતો રાજકારણનો નવો અધ્યાય

26th May History : PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે 82,950 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આજે 26 મેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ નાતો છે. આજના જ દિવસે વર્ષ 2014 માં તેઓ પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા હતા. 

  • વડોદરા અને અમદાવાદમાં નીકળશે ભવ્ય રોડ શો 
  • દાહોદ અને ભુજમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ 
  • મંગળવારે ગાંધીનગરને આપશે વિકાસ કાર્યોની ભેટ 

નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ
દેશના લોકશાહી ઇતિહાસમાં 26 મેનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે, 2014 માં શાનદાર ચૂંટણી વિજય પછી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019 માં, નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો અને આ વખતે પણ 26 મેની તારીખનું વિશેષ મહત્વ હતું. હકીકતમાં, 26 મે, 2019 ના રોજ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝમાં, એવી માહિતી આપવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 30 મે ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં મોદીને વડાપ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. 

26 મેએ દેશના રાજકારણનો નવો અધ્યાય શરૂ થયો 
26 મે 2014 ના રોજ ભારતીય રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો. નરેન્દ્ર મોદીએ ભારતના 15 માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી હતી, અને મોદીનો શપથગ્રહણ દેશમાં મોટા ફેરફારોનું પ્રતીક બની ગયો. તેમના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો શરૂ થયા હતા. આ દિવસ ભારત માટે એક નવી દિશાની શરૂઆત હતી, જેણે વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી.

 

आज ही के दिन 2014 में श्री @narendramodi जी ने प्रधानमंत्री पद की शपथ लेकर भारत को नई दिशा देने का संकल्प लिया था उसी संकल्प पथ पर अग्रसर उनकी विकसित भारत के निर्माण की यात्रा अविरल जारी है।

मोदी जी के कठिन परिश्रम व दूरगामी सोच के फलस्वरूप… pic.twitter.com/bLLEESzu5X

— Harsh Sanghavi (@sanghaviharsh) May 26, 2025

 

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત આવ્યા પીએમ મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82,950 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ભુજમાં 53 કરોડથી વધુના 33 વિકાસ કાર્યો, દાહોદમાં 24 હજાર કરોડથી વધુના વિકાસકાર્ય, ગાંધીનગરમાં 55 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો સાથે જ ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. જે ટ્રેન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news