Bank Holidays in August 2025: ઓગસ્ટમાં રજાઓની ભરમાર, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડર

Bank Holidays in August 2025: ઓગસ્ટમાં, તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. આમાં સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમીની રજાઓનો સમાવેશ થાય છે.

Bank Holidays in August 2025: ઓગસ્ટમાં રજાઓની ભરમાર, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડર

Bank Holidays in August 2025: ઓગસ્ટનો મહિનો 3 દિવસ બાદ શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવવાના છે, જેથી બેંકમાં પણ લાંબી રજાઓ જોવા મળશે. રિઝર્વ બેંક દ્વારા ઓગસ્ટ મહિનામાં રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક અવકાશને લઈને કુલ 15 દિવસ બેંક બંધ રહેશે. તેમાં સ્વતંત્રતા દિવસ, ગણેશ ચોથ અને જન્માષ્ટમી સિવાય ઘણા રાજ્યોના પોતાના તહેવાર પણ છે અને શનિવાર-રવિવારની રજાઓ સામેલ છે.

ભારતમાં સરકારી હોય કે ખાનગી બેંક બધી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય દર રવિવારે વીકલી ઓફ હોય છે. આ સિવાય દરેક રાજ્યમાં ત્યાંની સ્થાનીક જરૂરીયાત અને ધાર્મિક કારણોને લીધે રજાઓ અલગ-અલગ દિવસે હોય છે. આજે અમે તમને ઓગસ્ટ મહિનામાં બેંકની રજાઓનું લિસ્ટ જણાવીશું. આ રજાઓના આધારે તમે બેંકના કોઈ કામનું પ્લાનિંગ કરી શકો છો.

ઓગસ્ટ 2025મા બેંક રજાઓનું લિસ્ટ
3 ઓગસ્ટઃ રવિવારની રજા
9 ઓગસ્ટઃ ઓડિશા અને સિક્કિમમાં તેંડોન્ગ લો રૂમ ફાતને કારણે બેંક બંધ રહેશે.
9 ઓગસ્ટઃ  અમદાવાદ (ગુજરાત), ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), દેહરાદૂન (ઉત્તરાખંડ), જયપુર (રાજસ્થાન), કાનપુર, લખનૌ (ઉત્તરપ્રદેશ) અને શિમલા (હિમાચલ પ્રદેશ) માં બેંકો રક્ષાબંધન અને ઝુલન પૂર્ણિમાના કારણે બંધ રહેશે. આ ઉપરાંત, બીજા શનિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
10 ઓગસ્ટઃ રવિવારની રજા
13 ઓગસ્ટઃ ઇમ્ફાલ (મણિપુર) માં બેંક દેશભક્તિ દિવસને કારણે બંધ રહેશે.
15 ઓગસ્ટઃ સ્વતંત્રતા દિવસ અને પારસી નવ વર્ષ અને જમાષ્ટમી સમારોહ માટે દેશભરમાં બેંક બંધ રહેશે.
16 ઓગસ્ટઃ  અમદાવાદ (ગુજરાત), આઈઝોલ (મિઝોરમ), ભોપાલ અને રાંચી (મધ્ય પ્રદેશ), ચંદીગઢ (યુટી), ચેન્નાઈ (તમિલનાડુ), દેહરાદૂન (ઉત્તરાખંડ), ગંગટોક (સિક્કિમ), હૈદરાબાદ (તેલંગાણા), જયપુર (રાજસ્થાન), કાનપુર અને લખનૌ (ઉત્તર પ્રદેશ), પટના (બીજી)માં બેંકો. (મેઘાલય), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર), અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) જન્માષ્ટમી (શ્રવણ વદ-8)  અવસર પર બંધ રહેશે.
17 ઓગસ્ટઃ રવિવાર હોવાને કારણે બેંકમાં રજા
19 ઓગસ્ટઃ મહારાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની જયંતિ પર અગરતલામાં બેંક બંધ રહેશે.
23 ઓગસ્ટઃ ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે.
24 ઓગસ્ટઃ રવિવારની રજાને કારણે બેંક બંધ રહેશે.
25 ઓગસ્ટઃ શ્રીમંત શંકરદેવની તિરૂભાવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે. 
27 ઓગસ્ટઃ ગુજરાત, બેલાપુર, મુંબઈ અને નાગપુર (મહારાષ્ટ્ર), બેંગલુરૂ (કર્ણાટક), ભુવનેશ્વર (ઓડિશા), ચેન્નઈ (તમિલનાડુ), હૈદરાબાદ (તેલંગણા), પણજી (ગોવા), વિજયવાડા (આંધ્ર પ્રદેશ) માં બેંક ગણેશ ચતુર્થી અને સંવત્સરી અને વરસિદ્ધિ વિનાયક વ્રત તથા ગણેશ પૂજાને કારણે બંધ રહેશે.
28 ઓગસ્ટઃ ગણેશ ચતુર્થી અને નુઆખાઈના બીજા દિવસે ભુવનેશ્વર (ઓડિશા) અને પણજી (ગોવા) માં બેંક બંધ રહેશે
31 ઓગસ્ટઃ રવિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news