₹50 લાખની લોન... 30 નહીં માત્ર 17 વર્ષમાં થઈ જશે ખતમ, ₹34 લાખની થશે બચત, સમજો ગણતરી!
તમે તમારી લાઇફસ્ટાઇલથી સમજુતિ કર્યા વગર કે વધુ રિપેમેન્ટ કરવા વિશે વિચારી તમે લોનનો સમયગાળો ઘટાડી શકો છો, જેનાથી લોન પર વધુ વ્યાજ ચુકવવાથી બચી શકાય છે અને મોટી બચત કરી શકાય છે.
Trending Photos
Home Loan Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાની હોમ લોન કે અન્ય પ્રકારની લોન જલ્દી ચુકવી દે, પરંતુ દેવાની જાળ એવી હોય છે કે તેનાથી મહિનાનું બજેટ પ્રભાવિત થાય છે. કોઈ 20 તો કોઈ 30 વર્ષ સુધી લોનની ચુકવણી કરે છે, જેમાં તેની અડધી જિંદગી પસાર થઈ જાય છે અને ઘણી રકમ બેંકને વ્યાજ તરીકે ચુકવે છે.
પરંતુ કેટલીક એવી ટિપ્સ છે જે જલ્દી તમારી લોનનો ખતમ કરી શકે છે, પરંતુ મોટા ભાગના લોકોને તે વિશે જામકારી નથી. આજે અમે તમને એક રીત જણાવી રહ્યાં છીએ, જેનાથી તમે તમારી લોનની ચુકવણી વધુ પૈસા ચુકવ્યા વગર પણ કરી શકશો. નાણાકીય એક્સપર્ટ CA નિતીન કૌશિકે Home Loan ના સમયગાળા અને વ્યાજના ભારને ઘટાડવા માટે એક શાનદાર યુક્તિ જણાવી છે.
તમે તમારી જીવનશૈલી સાથે સમાધાન કર્યા વિના અથવા વધુ ચુકવણી વિશે વિચાર્યા વિના લોનની મુદત ઘટાડી શકો છો, જેનાથી લોન પર વધુ વ્યાજ બચી શકે છે. તાજેતરની પોસ્ટમાં, કૌશિકે લખ્યું, "મોટાભાગના લોન લેનારાઓ નિવૃત્તિ સુધી EMIનો બોજ સહન કરે છે, પરંતુ અહીં વ્યાજ અને વર્ષોના તણાવમાં રૂ. 34 લાખથી વધુ બચાવવાની એક સરળ અને લવચીક રીત છે."
30 વર્ષની લોનનો પણ છે ફાયદો
કૌશિકનો તર્ક છે કે ઘણા લોકો વ્યાજના ભારને કારણે લાંબાગાળાની લોન લેવાથી બચે છે, પરંતુ તેનાથી પણ એક મોટો લાભ મળે છે. તેમાં ઈએમઆઈ ઓછો ચુકવવો પડે છે, જેનાથી તમારૂ મહિનાનું બજેટ પ્રભાવિત થતું નથી અને વધુ લવચીક રહે છે.
ઉદાહરણ
8% વ્યાજ પર 50 લાખ રૂપિયાની હોમ લોન
- 30 વર્ષનો ઈએમઆઈઃ 36688 રૂપિયા
- 20 વર્ષનો ઈએમઆઈઃ 41822 રૂપિયા
- અંતર 5134/ મહિનાની બચત
- મહિનાની આ બચત મોટુ પરિવર્તન લાવી શકે છે.
હવે તમે આ બચેલા પૈસાનું શું કરશો?
કૌશિક જણાવે છે કે આ બચેલા પૈસાથી તમે વર્ષે એક એક્સ્ટ્રા EMI ની ચુકવણી કરી શકો છો. તમે દર મહિને 5134 રૂપિયા બચાવો છો તો વર્ષે તમારી પાસે 61608 રૂપિયા જમા થશે. એટલે કે 36688 રૂપિયાનો વધારાનો ઈએમઆઈ આરામથી ભરી શકો છો અને તમારા વધારાના પૈસા પણ બચી જશે. જ્યારે તમે વર્ષમાં એક એક્સ્ટ્રા EMI આપશો તો તે સીધી લોનની મૂળ રકમમાંથી કપાશે, જેનાથી વ્યાજનો ભાર ઓછો થશે.
ગણતરીથી સમજો કઈ રીતે 17 વર્ષમાં પૂરી થશે લોન?
પૂર્વ ચુકવણી વગર
- કુલ વ્યાજઃ 82.1 લાખ
- કુલ ચુકવણીઃ 1.32 કરોડ
- લોનનો સમયગાળોઃ 30 વર્ષ
1 એક્સ્ટ્રા EMI/ દર વર્ષ બાદ
વ્યાજ ચુકવણીઃ 48 લાખ
લોનનો સમયગાળોઃ 17 વર્ષ
કુલ વ્યાજ બચતઃ 34.1 લાખ
વર્ષની બચતઃ 13
(નોટઃ આ ગણતરી 50 લાખ રૂપિયાની લોન રકમ અને વાર્ષિક 8 ટકા વ્યાજદર પર છે.
કૌશિક પ્રમાણે આ વધુ ચુકવણી કરવાની વાત નથી. આ સમજદારીથી ચુકવણી કરવાની વાત છે. આ તમારી નાણાકીય આઝાદીમાં એક નાનું રોકાણ કરવા જેવું છે. તેનું કહેવું છે કે નાની-નાની સતત ચુકવણી કરી કોઈપણ વ્યક્તિ પોતાની લોનને જલ્દી ચુકવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે