1 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપનાર આ છે ટોપ-10 શેર, ઈન્વેસ્ટરો માલામાલ
Top 10 highest return stocks:: છેલ્લા એક વર્ષમાં ભારતીય શેર બજારમાં કેટલીક કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. આજે અમે તમને ટોપ 10 કંપની વિશે માહિતી આપીશું, જેણે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપ્યું છે.
Trending Photos
Top 10 stocks: ભારતીય શેર બજારમાં જોરદાર ઉતાર-ચઢાવ છતાં કેટલાક સ્ટોકે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. ACE Equity ના આંકડા પ્રમાણે 29 એપ્રિલ 2025 સુધી એક વર્ષમાં BSE સેન્સેક્સ અને BSE 500 મા માત્ર 8 ટકા અને 5 ટકાનો વધારો થયો છે. આ સામાન્ય પ્રદર્શન વચ્ચે BSE 500 ના 10 સ્ટોકે 158 ટકા સુધીનું રિટર્ન આપી ઈન્વેસ્ટરોને ખુશ કરી દીધા છે. અહીં જુઓ આ ટોપ 10 શેરનું લિસ્ટ...
1. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સઃ છપ્પરફાડ રિટર્ન આપવાના મામલામાં પ્રથમ નંબર પર આ કંપનીએ એક વર્ષમાં 158 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સમયમાં શેરનો ભાવ 1174 રૂપિયાથી વધી 3028 રૂપિયા પર પહોંચી ગયો છે. માર્કેટ કેપ 47371 કરોડથી છલાંગ લગાવી 1.22 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. ડિફેન્સ સેક્ટરમાં જવાજ નિર્માણની માંગે આ કંપનીને ફાયદો કરાવ્યો છે.
2. ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાઃ એક વર્ષમાં 145 ટકાના રિટર્ન સાથે આ કંપની બીજા સ્થાને છે. શેર 3346 રૂપિયાથી 8191 રૂપિયા પર પહોંચી ગયો. માર્કેટ કેપ 42586 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ કંપની તમાકુના વ્યવસાયમાં છે.
3. વન97 કમ્યુનિકેશન (પેટીએમ): પાછલા વર્ષના નુકસાન બાદ 134 ટકાના રિટર્ન સાથે કંપનીએ શાનદાર વાપસી કરી. શેર 372 રૂપિયાથી 871 રૂપિયા પર પહોંચ્યો છે. માર્કેટ કેપ પણ 55531 કરોડ રૂપિયા થઈ ગયું છે.
4. કેન્સ ટેક્નોલોજી ઈન્ડિયાઃ આ કંપનીએ 122 ટકાનું રિટર્ન આપ્યું છે. શેર 2660 રૂપિયાથી 5910 રૂપિયા પર પહોંચ્યો છે. ઈલેક્ટ્રિક નિર્માણના ક્ષેત્રમાં ભારતની વધતી તાકાતે મદદ કરી છે.
5. દીપક ફર્ટિલાઇઝર્સઃ આ કંપનીએ ઈન્વેસ્ટરોને એક વર્ષમાં 115 ટકાનો ફાયદો કરાવ્યો છે. આ દરમિયાન શેર 606 રૂપિયાથી 1301 રૂપિયાને પાર પહોંચ્યો છે.
6. ઓથમ ઈન્વેસ્ટમેન્ટઃ ફાઈનાન્સ સેક્ટરની કંપનીના શેરમાં 114 ટકાનો વધારો થયો છે. કંપનીનો શેર 839 રૂપિયાથી 1301 રૂપિયા પર પહોંચ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 30482 કરોડ રૂપિયા થઈ ગયું છે.
7. ડિક્સન ટેક્નોલોજીસઃ આ કંપનીએ એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કર્યાં છે. એક વર્ષમાં 99 ટકા રિટર્ન આપ્યું છે. શેર 8341 રૂપિયાથી 16612 રૂપિયા પર પહોંચ્યો છે. ઈલેક્ટ્રિક સામાનોની મજબૂત માંગે કમાલ કર્યો છે.
8. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સઃ જહાજ નિર્માણ સેક્ટરની વધુ એક કંપનીએ એક વર્ષમાં 98 ટકાનું રિટર્ન આપ્યું છે. શેર 990 રૂપિયાથી 1957 રૂપિયા પર પહોંચી ગયો છે.
9. કોરોમંડલ ઈન્ટરનેશનલઃ આ કંપનીએ 86 ટકાનું રિટર્ન આપ્યું છે. શેર 1209 રૂપિયાથી 2245 રૂપિયા પર પહોંચ્યો છે. કૃષિ ક્ષેત્રની માંગને કારણે કંપનીને ફાયદો થયો છે.
10. ભારત હેક્સાકોમઃ ટેલીકોમ કંપનીએ એક વર્ષમાં 84 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેર 868 રૂપિયાથી 1597 રૂપિયા પર પહોંચ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે