અલ્ટ્રા લક્ઝરી ડિવાઇસ સાથે જોવા મળ્યો 'પુષ્પા 2'નો ખૂંખાર વિલન, ઉપયોગ કરે છે નોન-સ્માર્ટફોન; કિંમત જાણીને નહીં આવે વિશ્વાસ

Pushpa 2 Villain Fahadh Faasil: પુષ્પા 2 ના ખતરનાક વિલન ફહાદ ફાઝિલના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વીડિયોમાં ફહાદ એક એવા ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે જેની કિંમત સાંભળીને તમે પણ હોશ ઉડાવી દેશે.

અલ્ટ્રા લક્ઝરી ડિવાઇસ સાથે જોવા મળ્યો 'પુષ્પા 2'નો ખૂંખાર વિલન, ઉપયોગ કરે છે નોન-સ્માર્ટફોન; કિંમત જાણીને નહીં આવે વિશ્વાસ

Pushpa 2 Villain Fahadh Faasil: અલ્લુ અર્જુનની 'પુષ્પા' અને 'પુષ્પા 2'ના વિલન ફહાદ ફાસિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા સ્માર્ટફોન વગરનો ફોન વાપરતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ સ્માર્ટફોનનું પ્રોડક્શન ઘણા વર્ષો પહેલા બંધ થઈ ગયું છે અને તેની કિંમત લાખોની આસપાસ છે. જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ફહાદની પાસે છે નોન-સ્માર્ટફોન
ફહાદ ફાસિલ (Fahadh Faasil) ડાયરેક્ટર અભિનવ સુંદરના ઘરે આયોજિત પૂજા સમારોહમાં હાજરી આપવા ગયો હતો. ત્યારે ફહાદ ત્યાં ફોન પર વાત કરતા કેમેરામાં કેદ થયો હતો. અભિનેતાનો ફોન પર વાત કરતો વીડિયો વાયરલ થતાં જ લોકોનું ધ્યાન તેના ફોન પર જ ગયું.

અલ્ટ્રા લક્ઝરી ડિવાઇસ
અભિનેતા નોન-સ્માર્ટફોન પર વાત કરી રહ્યો હતો. પરંતુ, ફહાદ જે ફોનથી વાત કરી રહ્યો હતો તે સામાન્ય ફોન નથી. તે એક અલ્ટ્રા લક્ઝરી ડિવાઇસ છે. અહેવાલો અનુસાર તેની કિંમત લગભગ 5 લાખ છે. તે બે દાયકા પહેલા બજારમાં આવ્યો હતો.

પ્રોડક્શન થઈ ગયું છે બંધ
ફહાદના આ વીડિયોના કન્ટેન્ટ ક્રિએટરે તેને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ સાથે તેમણે આ ફોન વિશે માહિતી આપી. આ વીડિયો શેર કરનાર કન્ટેન્ટ ક્રિએટરનો ફોન Vertu Ascent Ti છે. તેની જાહેરાત સૌપ્રથમ 2007માં કરવામાં આવી હતી અને 2008માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મોડેલ હવે પ્રોડક્શનમાં નથી. તેની સૌથી ખાસ ખાસિયત તેનું કન્સ્ટ્રક્શન છે. આ ફોન ટાઇટેનિયમ, sapphire ક્રિસ્ટલ અને હાથથી બનાવેલા લેધરથી સ્ટિચ કરવામાં આવ્યો છે. જ્યારે આ ફોન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત લગભગ 5.54 લાખ હતી. પરંતુ, બાદમાં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું. આ ફોન હવે કેટલીક વેબસાઇટ્સ પર 1 થી 1.5 લાખની કિંમતે ખરીદી શકાય છે.

10 લાખ છે ફોનની કિંમત 
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વીડિયોમાં ફહાદ જે ફોનનો ઉપયોગ કરી રહ્યો છે તેની કિંમત લગભગ 10.2 લાખ છે. આ ફોન Vertu’s official વેબસાઇટ પર આઉટ ઓફ સ્ટોક બતાવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news