7th pay commission: રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, DAમા 4% વધારાની સંભાવના!
DA hike: કેન્દ્ર સરકાર રક્ષાબંધન 2025 પહેલા DA વધારાની જાહેરાત કરી શકે છે. 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 3-4% નો વધારો અપેક્ષિત છે. ચાલો જાણીએ કે આ DA વધારાથી કેન્દ્રીય કર્મચારીઓને કેટલો ફાયદો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળી શકે છે. સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 3થી 4 ટકા વધારાની વાત કહેવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈ 2025થી લાગૂ થઈ શકે છે. તેનાથી દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળશે. મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો (AICPI-IW) ના આધારે કરવામાં આવે છે.
તાજેતરના આંકડા અનુસાર માર્ચ 2025મા AICPI-IW 143 હતો. તે મેમાં વધી 144 થઈ ગયો. જો આ ટ્રેન્ડ રહે છે તો મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. રક્ષાબંધન પહેલા જો ડીએમાં વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થું 58% - 59% સુધી પહોંચી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે તો તેને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મળનાર વેતનનું એરિયર્સ પણ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં સંશોધન કરવાની જાહેરાત કરવામાં આવે છે. આ વધારાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો
કર્મચારીઓનો બેઝિક પગારનો એક ભાગ મોંઘવારી ભથ્થું હોય છે, જે મોંઘવારીના પ્રભાવને ઘટાડવા માટે આપવામાં આવે છે. માની લો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹50000 છે. તેવામાં જો મોંઘવારી ભથ્થું 55 કે 58 ટકા થઈ જાય તો કર્મચારીના પગારમાં ત્રણ ટકા એટલે કે 1500 રૂપિયાનો વધારો થશે અને જો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય છે તો કર્મચારીના બેઝિક વેતનમાં 2000 રૂપિયાનો વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે