સંજય કૌલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તરીકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે નવા MD
Gandhinagar News: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સંજય કૌલે ચાર્જ સંભાળી લીધો છે. ચાલો જાણીએ કોણ છે સંજય કૌલ.
Trending Photos
Gandhinagar News: સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સોમવારે ચાર્જ સંભાળી લીધો હતો. તેમણે આઇએએસ ઓફિસર (નિવૃત્ત) તપન રેનું સ્થાન લીધું હતું, જેઓ 2019થી આ સુકાન સંભાળી રહ્યા હતા.
કોણ છે સંજય કૌલ?
2001ની બેચના આઈએએસ ઓફિસર કૌલ પબ્લિક પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ફાઇનાન્સના ક્ષેત્રે બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે. આ જવાબદારી સંભાળ્યા પૂર્વે તેઓ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં જોઇન્ટ સચિવ હતા. તેઓ અગાઉ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપવા સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે.
વિશ્વ-કક્ષાનો સિટી અનુભવ પૂરો પાડવા માટે આતુર: સંજય કૌલ
આ નિયુક્તિ અંગે સંજય કૌલે જણાવ્યું હતું કે, વિશ્વના સફળ ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી હબ બનવા તરફની ગિફ્ટ સિટીની સફરના આ નિર્ણાયક તબક્કે તેનું નેતૃત્વ સંભાળવું એ એક વિશેષાધિકાર છે. હું અત્યાર સુધી જે મજબૂત પાયો નંખાયો છે તેના પર આગળ વધવા, વ્યૂહાત્મક પહેલ હાથ ધરવા, વૈશ્વિક ભાગીદારીઓ કરવા અને ગિફ્ટ સિટીના સ્ટેટસને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકે વધુ મજબૂત કરે તેવો વિશ્વ-કક્ષાનો સિટી અનુભવ પૂરો પાડવા માટે આતુર છું.
મૂળ ગુજરાતના કૌલે સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જિનિયરિંગમાં તથા અમેરિકાના ન્યૂ યોર્કમાં સેરાક્યુસ યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે