રાજ્યમાં 33 જિલ્લામાં હાલ સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09% જેટલો નોંધાયો
Gandhinagar News: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09% જેટલો વરસાદ નોંધાયો છે.
Trending Photos
Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251- 500 મિમિ વરસાદ 139 તાલુકામાં, 501-1000 મિમિ વરસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિમિથી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09 % છે જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19 %, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 % છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 % છે.
રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે 24 ડેમો એલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100 % ભરાયેલા, 58 ડેમો 70 % થી 100 % વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50 %થી 70 % વચ્ચે ભરાયેલા છે આ ઉપરાંત 42 ડેમો 25 % થી 50 % વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25 % થી નીચે ભરાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે