'એ બેવકૂફ.. ચેન સ્મોકર..' અહાન પાંડેના જૂના સાથીએ ખોલી સૈયારા ફેમ એક્ટરની પોલ, શેર કર્યો વર્કશોપના સમલૈંગિક સીનનો અનુભવ

Ahaan Panday Bad Habits: ફિલ્મ સૈયારા રિલીઝ થયાની સાથે જ અહાન પાંડે અને અનીત પડ્ડા રાતોરાત સ્ટાર બની ગયા છે. આ કલાકારો યુવાપેઢીના દિલ પર રાજ કરવા લાગ્યા છે. યુવતીઓ કૃષ કપૂર પાછળ પાગલ થઈ રહી છે પરંતુ તેના એક સાથીએ તેની પોલ એક પોડકાસ્ટમાં છતી કરી દીધી છે. આ વાત હવે વાયરલ થવા લાગી છે. 
 

'એ બેવકૂફ.. ચેન સ્મોકર..' અહાન પાંડેના જૂના સાથીએ ખોલી સૈયારા ફેમ એક્ટરની પોલ, શેર કર્યો વર્કશોપના સમલૈંગિક સીનનો અનુભવ

Ahaan Panday Bad Habits: અહાન પાંડેએ તેની પહેલી ફિલ્મ સૈયારાથી લોકોનું દિલ જીતી લીધું છે. સૈયારા આ ફિલ્મમાં કૃષ કપૂરની લવ સ્ટોરી જોઈને યુવાનો સિનેમા ઘરોમાં રોતા હોય તેવા વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. સૈયારા ફિલ્મ ખાસ યુવા પેઢીને પસંદ પડી રહી છે. કોઈને આ ફિલ્મ જોઈને તેના એક્સ ની યાદ આવી ગઈ તો, કેટલાક લોકોને બ્રેકઅપનું દુઃખ સતાવવા લાગ્યું છે. અહાન અને અનિત પડ્ડાની કેમેસ્ટ્રીએ લોકોના દિલ પર જાદુ કરી દીધો છે. ખાસ તો કૃષ કપૂરના પ્રેમમાં યુવતીઓ પડવા લાગી છે. કૃષ કપૂર એટલે કે અહાન પાંડેની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. આ ફેમ વચ્ચે એક્ટરના એક જૂના સાથી એ તેના વર્કશોપ સમયના કેટલાક સીક્રેટ વિશે ખુલીને વાત કરી છે જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. 

જે વ્યક્તિને અહીં વાત થઈ રહી છે તેનું નામ છે નિખિલ પાંડે. નિખિલ પાંડે અહાન સાથે એક્ટિંગ વર્કશોપમાં કામ કરતો હતો. એક પોડકાસ્ટ દરમિયાન તેણે અહાન પાંડે માટે જે વાતો કહી હતી તે વાયરલ થવા લાગી છે. નિખિલ પાંડે એ કહ્યું હતું કે અહાન સ્ટાર કીડ હોવા છતાં અનપ્રોફેશનલ હતો. તે વર્કશોપમાં હંમેશા મોડો આવતો. નિખિલ પાંડેએ વધુમાં જણાવ્યું કે ત્યારે તે 21 વર્ષનો હતો અને થોડો બેવકૂફ પણ હતો. પણ જ્યારે તે કેમેરા સામે આવતો ત્યારે શાનદાર કામ કરતો. નિખિલ પાંડે એવું પણ કહ્યું કે અહાન પાંડે ચેન સ્મોકર હતો જેના કારણે એક્ટિંગ ક્લાસમાં પરેશાની પણ થતી. 

નિખિલે એક્ટિંગ વર્કશોપના એક સીન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ સીનમાં અહાન ને એક સમલૈંગિક પ્રેમીનો રોલ નિભાવવાનો હતો. સીન એવો હતો કે અહાનને તેના પાર્ટનરને એઈડ્સની દવા દેવાની હતી. આ સીન દર્દનાક હતો પણ અહાન પાંડે એ કેમેરા સામે એવી એક્ટિંગ કરી કે જોનારને લાગે કે તે ખરેખર સમલૈંગિક સંબંધોમાં રહ્યો હોય.

નિખિલ પાંડે એ કહ્યું કે અહાન પાંડેની આદતોના કારણે તેને નફરત કરવાનું મન થતું પરંતુ જ્યારે તે કેમેરા સામે આવતો તો જાદુ કરી દેતો અને કોઈ પણ વ્યક્તિ તેને નફરત ન કરી શકતી. 

મહત્વપૂર્ણ છે કે અહાન પાંડે એ યશરાજ બેનરની સૈયારા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 18 જુલાઈએ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ અને 4 દિવસમાં જ 100 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો.. આ ફિલ્મથી અહાન પાંડે પણ રાતોરાત સ્ટાર બની ગયો છે. ફિલ્મમાં અહાન પાંડે કૃષ કપૂરના પાત્રમાં છે જે એક રોમેન્ટિક અને ઈમોશનલ યુવાન છે. અહાન પાંડે અને અનિત પડ્ડાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news