શ્રાવણના તહેવારોમાં દ્વારકાના ટાપુઓ પર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો! ખતરામાં પડશે તમારી જિંદગી!
devbhumi dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોઇ પણ સ્થિતિમાં આ નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા પોલીસ અને કોસ્ટગાર્ડને પણ માહિતી આપવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/દ્વારકા: દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવર જવર પર ફરી એકવાર રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે.
21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 7 જેટલા ટાપુઓ પર થોડા સમય પહેલા જ અનેક ગેર કાયદેસર ધાર્મિક દબાણો દૂર કરાયા છે. તા.29/07/2025 થી 26/09/2025 સુધી 21 ટાપુ પર અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ બહાર પડાયું છે.
દ્વારકાના જિલ્લાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ
દ્વારકા જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.29/07/2025 થી 26/09/2025 સુધી અમલમાં રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે