સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજમાં લખ્યું- ઘરમાં ઘુસીને મારી નાખીશું
Salman Khan Death Threat: સલમાન ખાનને ઘણીવાર મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. હવે સોમવારે ફરી અભિનેતાને ધમકી મળી છે.
Trending Photos
Salman Khan Death Threat: બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ફરી ધમકી મળી છે. મુંબઈના વર્લી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે, જેમાં અભિનેતાનના ઘરમાં ઘૂસીને જાનથી મારવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈ પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો. સંદેશમાં અભિનેતાને ઘરમાં ઘુસી મારવાની ધમકી આપવામાં આવી હતી. સાથે તેની કારને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વર્લી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સલમાન ખાનને ક્યારે-ક્યારે મળી જાનથી મારી નાખવાની ધમકીઓ
- પાછલા વર્ષે એપ્રિલમાં બે લોકોએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું.
- 2024 ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી એક નવી ધમકી મળી, જેમાં માંગ કરવામાં આવી કે તે મંદિર જાય અને કથિત કાળા હરણની હત્યા માટે જાહેરમાં માફી માંગે કે 5 કરોડ રૂપિયાની ચુકવણી કરો.
- 30 ઓક્ટોબરના અભિનેતાને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકી મળી અને 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
- 2024મા બે અજાણ્યા લોકોએ નકલી ઓળખ પત્રનો ઉપયોગ કરી ખાનના પનવેલ ફાર્મહાઉસમાં બળજબરીથી ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.
- 2023મા ગેંગસ્ટર ગોલ્ડી બરાર દ્વારા કથિત રૂપથી એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો.
- તો 2022માં અભિનેતાને ધમકીભર્યો એક પત્ર તેના ઘરની પાસે એક બેંચ પર મળ્યો હતો.
સતત મળી રહેલી ધમકીને કારણે સલમાન ખાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને વાઈ+ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર વધારાની પોલીસ તૈનાત કરવામાં આવે છે અને તેના ઘરની બાલકનીમાં બુલેટ પ્રૂફ કાચ લગાવવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે