Video : હાર્દિક પંડ્યાનું બેટ શંકાના દાયરામાં ? લાઈવ મેચમાં અમ્પાયરે કર્યું ચેકિંગ, ફેન્સ પણ ચોંકી ગયા

IPL 2025 : રવિવારે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. આ મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ શંકાના દાયરામાં આવ્યું હતું. લાઈવ મેચ દરમિયાન અમ્પાયરે મેદાન પર હાર્દિક પંડ્યાનું બેટ ચેક કર્યું હતું.

Video : હાર્દિક પંડ્યાનું બેટ શંકાના દાયરામાં ? લાઈવ મેચમાં અમ્પાયરે કર્યું ચેકિંગ, ફેન્સ પણ ચોંકી ગયા

IPL 2025 : 13 એપ્રિલે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં આ સિઝનમાં પહેલીવાર દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો.  પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અમ્પાયરે હાર્દિક પંડ્યાનું બેટ ચેક કર્યું 

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સની 14મી ઓવરમાં સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો હતો પરંતુ અચાનક ઓન-ફિલ્ડ અમ્પાયરના એક પગલાએ બધાને ચોંકાવી દીધા હતા. ઓન-ફીલ્ડ અમ્પાયરે બેટને માપવાનું સાધન કાઢ્યું અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટની તપાસ કરવાનું શરૂ કર્યું. હાર્દિક પંડ્યાનું બેટ વધુ પડતું જાડું છે કે કેમ તે જોવા માટે અમ્પાયરે આ ચેક કર્યું હતું.

 

— ` (@Sneha4kohli) April 13, 2025

IPLમાં બેટના કદ અંગે કડક નિયમો

તમને જણાવી દઈએ કે BCCIએ IPLમાં બેટની સાઈઝની એક મર્યાદા નક્કી કરી છે, જે મુજબ બેટની પહોળાઈ 4.25 ઈંચ અથવા 10.8 સેન્ટિમીટરથી વધુ ન હોવી જોઈએ. IPLના નિયમો અનુસાર, બેટની બ્લેડ નીચેના પરિમાણોથી વધુ ન હોવી જોઈએ: પહોળાઈ - 4.25 ઇંચ / 10.8 સેમી, ઊંડાઈ - 2.64 ઇંચ /6.7 સેમી, કિનારી - 1.56 ઇંચ /4.0 સે.મી. વધુમાં તે બેટ ગેજમાંથી પસાર થવામાં પણ પરફેક્ટ હોવું જોઈએ.

શા માટે બેટની તપાસ કરવામાં આવી રહી છે ?

IPL 2025માં ઘણી હાઈ-સ્કોરિંગ મેચો જોવા મળી રહી છે, ત્યારે મેદાન પરના અમ્પાયરો મેચ દરમિયાન સુનિશ્ચિત કરી રહ્યા છે કે બેટ્સમેનોને કોઈ અયોગ્ય અને ગેરકાયદેસર ફાયદો ના મળે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs રાજસ્થાન રોયલ્સ મેચ દરમિયાન, ફિલ સોલ્ટ અને શિમરોન હેટમાયરના બેટની પણ તપાસ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે IPL 2025માં ઘણી વખત ટીમો 200 રનનો આંકડો સરળતાથી પાર કરી લે છે. તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી સફળ રન ચેઝ કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સે આપેલા 245 રનના વિશાળ સ્કોરને માત્ર 18.3 ઓવરમાં પાર કરી લીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news