Shefali Jariwala શેફાલી જરીવાલાનું મોત કઈ રીતે થયું? ફોરેન્સિક ટીમ પહોંચતાની સાથે જ મચ્યો હડકંપ, હોસ્પિટલ સ્ટાફે કર્યો આ ખુલાસો

shefali jariwala death reason: શેફાલી જરીવાલના નિધનના સમાચારથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. લોકોને વિશ્વાસ જ નથી થતો કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. શેફાલીના મોતના કારણ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. 

Shefali Jariwala શેફાલી જરીવાલાનું મોત કઈ રીતે થયું? ફોરેન્સિક ટીમ પહોંચતાની સાથે જ મચ્યો હડકંપ, હોસ્પિટલ સ્ટાફે કર્યો આ ખુલાસો

અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધનના સમાચારે દરેકના હોશ ઉડાવી દીધા છે. એવું કહેવાય છે કે ગત રાતે 27 જૂનના રોજ શુક્રવારે અભિનેત્રીને છાતીમાં જોરદાર દુ:ખાવાની ફરિયાદ બાદ પતિ પરાગ ત્યાગી અને અન્ય 3 લોકો મુંબઈની બેલેવ્યુ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં આવતા જ ડોક્ટરોએ શેફાલીને મૃત જાહેર કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે કે અભિનેત્રીનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું. જો કે હાલ તે અંગે અધિકૃત કોઈ પુષ્ટિ થઈ નથી. હવે અભિનેત્રીના ઘરની તપાસ થઈ રહી હોવાના વીડિયો સામે આવતા જ લોકો વિચારમાં પડી ગયા છે. 

હોસ્પિટલના સ્ટાફે જણાવી આ વાત
રિપોર્ટ્સ મુજબ બેલેવ્યૂ હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફનું કહેવું છે કે શેફાલીને જ્યારે હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. બીજી બાજુ વાયરલ વીડિયોમાં શેફાલીના ઘરની બહાર ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલીસ જોવા મળી રહી છે. એવું કહેવાય છે કે ફોરેન્સિક ટીમ ડેથના સમયની સ્થિતિની તપાસ કરવા માટે પહોંચી છે. પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને જોઈને ખુબ ચોંકી ગયા છે. 

સોશિયલ મીડિયા યૂઝર્સની પ્રતિક્રિયાઓ
અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ ફોરેન્સિક તપાસ અંગે ભાત ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ફોરેન્સિક ટીમ કેમ? શું થયું છે? બીજા યૂઝરે લખ્યું કે પોસ્ટમોર્ટમમાં કઈક આવ્યું છે કે શું? એક અન્ય યૂઝરે લખ્યું કે, કઈક તો ગડબડ લાગી રહી છે. કાર્ડિયાક અરેસ્ટ લાગતો નથી. આ ઉપરાંત અનેક યૂઝર્સ વિશ્વાસ નથી કરી શકતા કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. લોકોએ શેફાલીના આત્માની શાંતિ માટે કામના કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news