વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તમન્ના ભાટિયા-વિજય વર્માનું થયું બ્રેકઅપ? ઇન્સ્ટાગ્રામમાંથી એક્ટ્રેસે ડિલીટ કર્યા ફોટા

Tamannaah Bhatia-Vijay Varma Breakup: બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચેનો સંબંધ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અહેવાલો અનુસાર કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે બન્ને સારા મિત્રોની જેમ રહેશે.

વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તમન્ના ભાટિયા-વિજય વર્માનું થયું બ્રેકઅપ? ઇન્સ્ટાગ્રામમાંથી એક્ટ્રેસે ડિલીટ કર્યા ફોટા

Tamannaah Bhatia-Vijay Varma Breakup: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ સુંદર કપલે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેમના સંબંધોનો અંત લાવ્યો છે. અલગ થવાના સમાચાર વચ્ચે તમન્ના ભાટિયા અને વિજય વર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો ડિલીટ કરી દીધી છે.

તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ?
પિંકવિલાના રિપોર્ટ અનુસાર આ કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે, બન્નેએ બ્રેકઅપ અંગે મૌન સેવી લીધું છે. આ સમાચાર સાંભળીને કપલના ફેન્સ ખૂબ જ દુખી છે, કારણ કે ફેન્સ તમન્ના અને વિજયના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે પણ આ કપલ ક્યાંક સ્પોટ થતું ત્યારે ફેન્સ તેમને તેમના લગ્નના પ્લાન વિશે પૂછતા હતા. એક રિપોર્ટ અનુસાર તમન્ના અને વિજયનું થોડા અઠવાડિયા પહેલા બ્રેકઅપ થયું હતું, પરંતુ તેઓ સારા મિત્રો છે. બન્ને પોતાના કામ પર ધ્યાન આપશે અને મહેનત કરશે.

ઇન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કર્યા ફોટા
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તમન્ના ભાટિયા અને વિજય શર્માની એક સાથે કોઈ તસવીર નથી. ફોટા ડિલીટ કર્યા બાદથી બ્રેકઅપના સમાચાર ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર કપલે સાથે મળીને એક પ્લાન બનાવ્યો છે કે, તેઓ હંમેશા સારા મિત્રો તરીકે સાથે રહેશે અને તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન આપશે.

તમન્ના એકલી ગઈ હતી મહાકુંભ
તમન્ના ભાટિયા તાજેતરમાં પ્રયાગરાજ મહાકુંભમાં ગઈ હતી. આ દરમિયાન તે એકલી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ કપલ વર્ષ 2023માં 'લસ્ટ સ્ટોરીઝ 2'માં સાથે આવ્યા હતું. આ સાથે જ તેમના સંબંધોની શરૂઆત થઈ અને આ તેમની સાથેનો પ્રથમ પ્રોજેક્ટ હતો. વિજયે એક વખત કહ્યું હતું કે, સંબંધમાં કોઈ બંધન ન હોવું જોઈએ અને તમન્ના પણ આ સાથે સંમત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news