Ullu App House Arrest Show: આ અશ્લીલ શો થશે બંધ!, વિવાદ બાદ હરકતમાં આવ્યું મહિલા આયોગ
Ullu App House Arrest Show: એજાઝ ખાનના શો હાઉસ અરેસ્ટ પર વિવાદ વધી રહ્યો છે. હવે મહિલા આયોગે મામલામાં હસ્તક્ષેપ કરતા શો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
Trending Photos
Ullu App House Arrest Show Controversy: ઉલ્લુ એપ પર ટેલીકાસ્ટ થનાર એજાઝ ખાનના શો હાઉસ અરેસ્ટને લઈને હંગામો જોવા મળી રહ્યો છે. તેના તાજેતરના એપિસોડને લઈને ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે અને શો પર અશ્લીલ કન્ટેન્ટ દેખાડવા તથા અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ઘણા રાજનેતાઓએ પણ શોને લઈને પ્રતિક્રિયા આપી છે. હવે રાજય મહિલા પંચે માંગ કરી છે કે શો પર તત્કાલ પ્રતિબંધ લગાડવામાં આવે.
એજાઝ ખાનનો શો હાઉસ અરેસ્ટ બંધ થશે
હાઉસ એરેસ્ટ શોના અભદ્ર સામગ્રી પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, કમિશનના અધ્યક્ષ રૂપાલી ચકંકરે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને શોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે ભારતીય ન્યાયિક સંહિતા, મહિલાઓનું અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને અન્ય લાગુ કાયદાઓ સહિત સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
રૂપાલી ચાકણકરે પોસ્ટમાં શું લખ્યું?
રૂપાલી ચાકણકરે એક્સ પર કરેલી પોસ્ટમાં મહારાષ્ટ્રના ડીજીપીને લખેલા પત્રની કોપી શેર કરી છે. સાથે લખ્યું- ઉલ્લુ કે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થનાર હાઉસ અરેસ્ટ નામના શોમાં હોસ્ટ એજાઝ ખાન, સહભાગી મહિલાઓ અને પુરૂષોને અશ્લીલ સવાલ પૂછી આપત્તિજનક પ્રદર્શન કરવા માટે કહી રહ્યાં છે. તે મહિલાઓને તેના શરીર પર કપડા ઉતારવા માટે કહી તે માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યાં છે.
उल्लू या ओटीटी प्लॅटफॉर्म वर प्रसारित होणाऱ्या हाउस अरेस्ट या शो मध्ये होस्ट एजाज खान सहभागी महिला,पुरुषांना अश्लील प्रश्न विचारून आक्षेपार्ह प्रात्यक्षिक करून दाखवण्यास सांगत आहेत,महिलांना अंगावरील कपडे उतरविण्यास सांगून त्यासाठी प्रोत्साहन देत आहेत असे व्हिडियो समाज माध्यमातून… pic.twitter.com/bxRakWmEeF
— Rupali Chakankar (@ChakankarSpeaks) May 2, 2025
આ મામલે જનતા પણ આકરી પ્રતિક્રિયા આપી રહી છે, જેના કારણે રાજ્ય મહિલા પંચે સુઓમોટો લીધો છે. હાકમિશને મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ મહાનિર્દેશકને હાઉસ એરેસ્ટ શોનું પ્રસારણ બંધ કરવા અને ભારતીય દંડ સંહિતા, મહિલા અશ્લીલ પ્રતિનિધિત્વ નિવારણ અધિનિયમ, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને સંબંધિત કાયદાઓ હેઠળ સંબંધિત વ્યક્તિઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
કેમ થયો વિવાદ?
હાઉસ અરેસ્ટ વેબ સિરીઝનો વીડિયો ઉલ્લુ એપ પર રિલીઝ થયો છે. આ શોની ઘણી વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેના કારણે હવે હંગામો મચી ગયો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક સહભાગીઓએ કેમેરા સામે સેક્સ પોઝિશન સમજાવી છે. જ્યારે બીજા એક વીડિયોમાં, કોમ્પિટીટર વચ્ચે કપડાં લેવાની સ્પર્ધા ચાલી રહી છે, જેમાં કેટલાકે પોતાના પેન્ટ ઉતાર્યા છે અને કેટલાકે પોતાના બ્રા ઉતાર્યા છે.
'હાઉસ એરેસ્ટ' એટલે શું?
'હાઉસ અરેસ્ટ' એ ઉલ્લુ એપ પર રિલીઝ થયેલો રિયાલિટી શો છે. આ શોમાં ભાગ લેનારાઓને એક ઘરમાં બંધ કરવામાં આવે છે, જ્યાં તેઓ કેમેરાની દેખરેખ હેઠળ હોય છે. સ્પર્ધકો વચ્ચેના સંબંધો અને સંઘર્ષો શોનું મુખ્ય આકર્ષણ છે જેમ આપણે 'બિગ બોસ'માં જોઈએ છીએ. આ શો એજાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, જે પોતે બિગ બોસ 7 ના બીજા રનર-અપ હતા.
એજાઝ ખાન હોસ્ટ કરી રહ્યા છે
હાઉસ એરેસ્ટ એજાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. નામ સૂચવે છે તેમ, શોમાં આવનારા સ્પર્ધકો એક ઘરમાં બંધ રહેશે. તેઓ બહારની દુનિયાથી કપાઈ જશે. શોના લોન્ચ પહેલા તેમણે કહ્યું હતું કે હું એક એવો શો લાવી રહ્યો છું, એક રિયાલિટી શો જેમાં ગેંગસ્ટર, યુટ્યુબર્સ, ઇન્ફ્લુઅન્સર્સ અને સુંદર છોકરીઓ હશે... મારા ઘરે આવનારા લોકો સ્માર્ટ નથી, બધા દોઢ ડાહ્યા લોકો છે. બિગ બોસની જેમ, આ શોમાં કોઈ પ્રખ્યાત સ્ટાર્સ નથી. સુંદર મોડેલો તેમની સુંદરતાનો આનંદ માણતી જોવા મળી. શોમાં હુમારા શેખ, સારિકા સાલુંકે, મુસ્કાન અગ્રવાલ, આભા પોલને કાસ્ટ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે