હવે બીજું કોઈ નહીં બની શકે 'કેપ્ટન કૂલ'... મહેન્દ્ર સિંહ ધોનીનું મોટું પગલું, નિકનેમ પર લગાવ્યું ટેગ
MS Dhoni: ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની દુનિયામાં પોતાની કેપ્ટનશીપથી એક અલગ ઓળખ બનાવી છે. તેમણે ભારત માટે ત્રણ ICC ટ્રોફી જીતી હતી. જેના કારણે તેમને 'કેપ્ટન કૂલ' નિકનેમ મળ્યું. હવે ધોની કાયદેસર રીતે આ નામ પર મહોર લગાવશે. તેમણે આ માટે ટ્રેડમાર્ક અરજી દાખલ કરી છે.
Trending Photos
MS Dhoni: ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની દુનિયામાં પોતાની કેપ્ટનશીપથી એક અલગ ઓળખ બનાવી છે. તેમણે ભારત માટે ત્રણ ICC ટ્રોફી જીતી છે. માહી એકમાત્ર કેપ્ટન છે જેમણે આ સિદ્ધિ મેળવી છે. જેના કારણે તેમને 'કેપ્ટન કૂલ' નિકનેમ મળ્યું છે. હવે ધોની કાયદેસર રીતે આ નામ પર મહોર લગાવશે. તેમણે આ માટે ટ્રેડમાર્ક અરજી દાખલ કરી છે. ધોની નામની આગળ આ ટેગ ઘણા વર્ષોથી લાગી રહ્યું છે.
ધોનીએ કેમ લીધો આ નિર્ણય?
પૂર્વ ભારતીય કેપ્ટન રમતગમત તાલીમ, કોચિંગ સેવાઓ અને તાલીમ કેન્દ્રો માટે 'કેપ્ટન કૂલ'નો ઉપયોગ કરવાના વિશિષ્ટ અધિકારો ઇચ્છે છે. આ કારણે જ તેમણે આ માટે આ પગલું ભર્યું છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલ અનુસાર અરજી હવે સ્વીકારવામાં આવી છે અને જાહેરાત કરવામાં આવી છે. ટ્રેડમાર્ક 16 જૂન 2025ના રોજ સત્તાવાર ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થયો હતો.
ધોનીના વકીલે આપી માહિતી
ધોનીના વકીલ માનસી અગ્રવાલે કહ્યું કે, "આ મામલો દર્શાવે છે કેસ પર્સનલ બ્રાન્ડિંગ અને ઓળખ સંબંધિત વિશિષ્ટતા કોઈ વ્યક્તિ માટે કાયદેસર રીતે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે, ભલે સમાન ટ્રેડમાર્ક પહેલાથી જ અસ્તિત્વમાં હોય." જો કે, તેમણે ખુલાસો કર્યો કે ધોની જેવા દિગ્ગજ વ્યક્તિ માટે પણ તે સરળ નહોતું. રજિસ્ટ્રીએ ટ્રેડ માર્ક્સ એક્ટની કલમ 11(1) હેઠળ 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્ક સામે વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે આ ટ્રેડમાર્ક પહેલાથી જ આ નામ સાથે નોંધાયેલો હતો અને નવો ટ્રેડમાર્ક લોકોને મૂંઝવણમાં મૂકી શકે છે.
ધોનીને ફેમનો મળ્યો ફાયદો
ધોનીની આ આપત્તિ બાદ ફેમનો ફાયદો મળ્યો છે. ધોનીની કાનૂની ટીમે દલીલ કરી હતી કે, 'કેપ્ટન કૂલ'નો તેની સાથે સંબંધ છે. કેપ્ટન કૂલ તેમની સાથે ઘણા વર્ષોથી જોડાયેલું છે. આ નિકનેમ તેને એક અલગ ઓળખ પણ આપી છે. તેઓએ એમ પણ કહ્યું કે, આ ચિહ્નનો ઉપયોગ રમતગમત અને મનોરંજન સેવાઓ માટે કરવામાં આવશે, તેથી મૂંઝવણની શક્યતા ખૂબ ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે