Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 41 લોકો સિવિલમાં સારવાર હેઠળ, ઈજાગ્રસ્તોનું સત્તાવાર લિસ્ટ જાહેર
Air India Plane Crash: અમદાવાદમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાને અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી પરંતુ ટેકઓફ થવાની સાથે તે મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થવાની મિનિટની અંદર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા, જેમાં 60થી વધુ વિદેશી નાગરિકો અને 169 ભારતીયો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 41 લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના નામ આવ્યા સામે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર વિમાનમાં સવાર 41 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્તોના નામની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર ઈજાગ્રસ્તોના પરિવારજનો સંપર્ક કરી શકે છે.
રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
એર ઈન્ડિયાએ કરી પુષ્ટિ
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.
સત્તાવાર મૃત્યુઆંક હવે થશે જાહેર
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે. વિમાનમાં સવાર મૃતકોના મૃતદેહોની ખાતરી કરવા માટે તેના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે છે. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગને કારણે મૃતદેહોની ઓળખ પણ મુશ્કેલ બની છે. તેવામાં મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લીધા બાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે