આજની તારીખ છે સૌથી ભારે! 75 વર્ષ પહેલા આ જ દિવસે અહીં થયું હતું વિમાન ક્રેશ, માત્ર 6 જ લોકોનો બચ્યો હતો જીવ

Ahmedabad Air India Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ક્રેશ થઈ ગઈ હતી. બોઇંગ 787-8 વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય અને બ્રિટિશ નાગરિકો હતા.

આજની તારીખ છે સૌથી ભારે! 75 વર્ષ પહેલા આ જ દિવસે અહીં થયું હતું વિમાન ક્રેશ, માત્ર 6 જ લોકોનો બચ્યો હતો જીવ

Ahmedabad Air India Plane Crash: 12 જૂન 2025 આ તારીખ હવે ભારતમાં કાળા અક્ષરોમાં લખવામાં આવશે. આજે બપોરે 2 વાગ્યાની આસપાસ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં એર ઇન્ડિયાની લંડન (ગેટવિક) જતી ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન લંડન જઈ રહ્યું હતું, જેમાં 10 ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા.

વિમાન દુર્ઘટના વાયરલ વીડિયોમાં બોઇંગ વિમાન ટેકઓફ થયા પછી તરત જ એકદમ નીચે ઉતરતું અને બપોરે 2 વાગ્યે એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થતું જોવા મળ્યું હતું. આ દુર્ઘટના બાદ તરત જ વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા હતા. અહેવાલો અનુસાર ફ્લાઇટે ટેકઓફ પછી મેડે કોલ આપ્યો હતો.

વિમાનમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ નાગરિકો હતા સવાર
આ વિમાનમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ નાગરિકો સવાર હતા. એવું માનવામાં આવે છે કે, વિમાન એરપોર્ટ સીમા નજીક ક્રેશ થયું હતું. સામે આવેલી શરૂઆતની તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાનના ટુકડા થઈ ગયા હતા. 

12 જૂન 1950ના રોજ શું થયું હતું?
નોંધનીય છે કે, આજથી 75 વર્ષ પહેલા 12 જૂન 1950ના રોજ એટલે કે આજના દિવસે એર ફ્રાન્સનું ડગલસ DC-4 (F-BBDE) વિમાન અરબ સમુદ્રમાં બહેરીન એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું, જેમાં 46 લોકો માર્યા ગયા હતા. વિમાન સાઈગોનથી પેરિસ જઈ રહ્યું હતું અને કરાચીમાં સ્ટોપઓવર પછી બહેરીન પહોંચી રહ્યું હતું.

બચી ગયા હતા 6 લોકો, જ્યારે 46 લોકોના મોત
આ દુર્ઘટના સમયે વિમાન 6500 ફૂટની ઊંચાઈ પર બહેરીન એપ્રોચનો સંપર્ક કર્યો હતો અને 2000 ફૂટની ઊંચાઈએ ઉતરવાની પરવાનગી મળી હતી. વિમાને એરપોર્ટને લગભગ 1000 ફૂટની ઊંચાઈએ પાર કર્યું અને પછી રનવે 29 પર ઉતરવાની પરવાનગી મળી, પરંતુ સમુદ્રની સપાટી સાથે અથડાયા પછી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો બચી ગયા હતા.

આ દુર્ઘટનાનું સંભવિત કારણ પાઇલટ દ્વારા ઊંચાઈ અને ઉતરાણ દરનું ચોક્કસ નિરીક્ષણ કરવામાં નિષ્ફળતા હોવાનું માનવામાં આવે છે. તે સમયે બહેરીન એરપોર્ટ પર રેડિયો લેન્ડિંગ એઇડ્સ અને યોગ્ય રનવે લાઇટિંગ નહોતી, જે અકસ્માતમાં ફાળો આપનારા પરિબળોમાંથી એક હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news