ગુજરાતની મુસ્લિમ યુવતીને પાકિસ્તાન પર પ્રેમ ઉભરાયો, કરી એવી પોસ્ટ કે શરૂ થયો વિવાદ

પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરના લોકો પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યાં છે. મુસ્લિમ સમાજે પણ આતંકી ઘટનાની નીંદા કરી અને પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે ઉપલેટામાં એક યુવતીએ એવી પોસ્ટ કરી જેના લીધે વિવાદ થયો છે.

ગુજરાતની મુસ્લિમ યુવતીને પાકિસ્તાન પર પ્રેમ ઉભરાયો, કરી એવી પોસ્ટ કે શરૂ થયો વિવાદ

ઉપલેટાઃ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકીઓનું પાલન પોષણ કરનાર પાકિસ્તાન વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજીતરફ પાકિસ્તાન વિરુદ્ધ ભારત સરકાર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ઉપલેટાની એક યુવતીને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. આ યુવતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેનો વિરોધ થઈ રહ્યો છે. 

ભારત સરકારે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદ ઉપલેટાની એક મુસ્લિમ યુવતીએ કરેલી પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. 

યુવતીએ પોતાના ઈનસ્ટાગ્રામ પર જે પોસ્ટ કરી તેમાં લખ્યું ''1400 સાલ પહેલે યાજીદ ને ફુરાક નદી કા પાની મુસ્લિમ કે લિયે બંધ કર દિયા થા તબ ભી કોઈ મુસ્લિમ પ્યાસા નહીં થા  આજ ભી ઇસ્લામ કો કોઈ મીટા નહીં પાયા  ઔર તુમ કહેતે હો કી પાકિસ્તાન કો એક એક બુદ કે લિએ તરસેગા તો સુનો આજકાલ કે યાજીદો આજ ભી કોઈ મુસલમાન પ્યાસા નહીં રહેગા ઇસ્લામ કલ ભી જિંદા થા આજ ભી જિંદા હે કલ ભી જિંદા રહેગા પાકિસ્તાન જિંદાબાદ'

પોસ્ટ બાદ શરૂ થયો વિવાદ
ઉપલેટાની મુસ્લિમ યુવતીએ કરેલી પોસ્ટ બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ પહેલગામ હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીજીતરફ આ યુવતીએ વૈનમસ્ય પેદા થાય તેવી પોષ્ટ કરી છે. યુવતીની પોસ્ટ બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ, હિંદુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ જેવા સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ પોસ્ટ બાદ યુવતી સામે ફરિયાદ કરતા યુવતી પાસે પોસ્ટ ડિલીટ કરાવવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news