આમ આદમી પાર્ટીની ગુજરાત માટે મોટી જાહેરાત, ગોપાલ ઈટાલિયાને ચૂંટણી જંગમાં ઉતારશે
Gopal Italiya Candidate Declare : વિસાવદર સીટની પેટાચૂંટણીના AAPના ઉમેદવાર જાહેર... ગોપાલ ઇટાલિયા ઊતરશે ચૂંટણી જંગમાં... ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડી હતી સીટ
Trending Photos
Gujarat Politics : વિસાવદરમાં પેટાચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યો છે. હાઈકોર્ટમાં પિટિશન બાદ વિસાવદરમાં પેટાચૂંટણી થઈ શકી નથી. હવે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી લીધી છે. જેથી કાયદાકીય રસ્તો સાફ થતાં હવે ચૂંટણી યોજાઈ શકે છે. જોકે, ભાજપ, કોંગ્રેસ પહેલા AAPએ ઉમેદવાર જાહેર કર્યા છે.
ગુજરાતની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડીયા દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજનાર છે.
વીસાવદરમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવાર જાહેર.....
આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને બનાવ્યા ઉમેદવાર.....
હાઈકોર્ટમાં પિટિશન બાદ નથી થઈ શકી ચૂંટણી..... pic.twitter.com/zOR4TdhQDv
— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2025
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ માં વિસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના હર્ષદ રીબડીયા કોંગ્રેસના કરસનભાઈ વાડદોરીયાને હરાવીને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી જાયન્ટ કિલર સાબિત થયા હતા. પરંતું ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું ત્યારથી આ બેઠક ખાલી છે.
આપમાંથી ભાજપમાં ભળેલા ભૂપત ભાયાણીની આવી પ્રતિક્રીયા
ગોપાલ ઇટાલિયાની જાહેરાત બાદ ભુપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિસાવદર બેઠક ઉપર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે હતું. અમારી સેવાઓ અને સહયોગને લઈને લોકોએ અમને જીતાડ્યા હતા. આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજુદ રહ્યું નથી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને લોકોએ જાકારો આપ્યો છે. વિસાવદર નગરપાલિકામાં 24 માંથી 20 બેઠકો પર આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ છે. લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે. હાલ વિધાનસભાની ચૂંટણી લઈને કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલીયા નું નામ જાહેર કરતા આશ્ચર્ય થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે