વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર થતા ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ માટે કરી મોટી વાત
Gopal Italia Statement : AAPના ગોપાલ ઈટાલિયાએ કહ્યું, પેટા ચૂંટણી સમયે અમારા અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયું હતું કે, વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને વિસાવદની બેઠક AAP માટે રાખવામાં આવશે... અમને આશા છે કે, કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભો નહીં રાખે...
Trending Photos
Gujarat Politics : વિસાવદરમાં પેટાચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યો છે. ત્યારે ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ભાજપને પડકાર મને ખરીદી બતાવે, વિસાવદરમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, અમે મક્કમતાથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું. છેલ્લા કેટલાક દિવસોથી વિસાવદર-ભેસાણ વિધાનસભાના ખેડૂતોએ ખૂબ જ લાગણી વ્યક્ત કરી કે હું અહીંયાથી ચૂંટણી લડું. આમ આદમી પાર્ટીએ મારા જેવા એક ખેડૂત પુત્રને વિસાવદરની ચૂંટણીમાંથી ઉમેદવાર બનાવ્યો તે બદલ આભાર.
તેમણે આગળ કહ્યું કે, ભાજપે દર વખતે વિસાવદર અને ભેસાણના લોકો સાથે દગો કર્યો છે, અત્યાચાર કર્યો છે અને તાનાશાહી કરી છે. અમે ખેડૂતોનો અવાજ બનવા માટે, ખેડૂતોના આંસુ લૂછવા માટે અને તેમના ખેડૂતોના અધિકાર માટે આ ચૂંટણીમાં જંપલાવવા જઈ રહ્યા છીએ. આજે વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકાની હજારો વીઘા જમીન આ ઇકોસેન્સેટિવ ઝોનમાં નાખી દેવામાં આવી છે. એપીએમસીમાં ભાજપના લોકોનો કબજો છે અને તે લોકો ખેડૂતોનું શોષણ કરે છે.
કોંગ્રેસ સાથે ગઠબંધન પર આપના નેતાએ કહ્યું કે, અગાઉની પેટા ચૂંટણી સમયે નક્કી થયું હતું કે વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસ લડશે અને વિસાવદરની સીટ પર આમ આદમી પાર્ટી લડશે. જે વાત પહેલા નક્કી થઈ ગઈ હતી તે પ્રમાણે આશા છે કે વિસાવદરમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં.
જો ગઠબંધનની વાત કરીએ તો, જ્યારે વાવ વિધાનસભા સીટ ખાલી થઈ હતી ત્યારે વિસાવદરની સીટ પણ ખાલી હતી. માટે અગાઉની પેટા ચૂંટણી સમયે નક્કી થયું હતું કે વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસ લડશે અને વિસાવદરની સીટ પર આમ આદમી પાર્ટી લડશે. આ પ્રમાણે અમે મારી ફરજ નિભાવી હતી અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે કોઈપણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. માટે અમને આશા છે અને વિશ્વાસ છે કે જે વાત પહેલા ફાઇનલ થઈ ગઈ હતી તે પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં.
ગોપાલ ઈટાલિયાને કોંગ્રેસના મનીષ દોશીનો જવા
એ કહ્યું, આપ પાર્ટીએ પોતાની અનુકૂળતા પ્રમાણે નામ જાહેર કરી દીધું... અમારા પર ખોટા આક્ષેપ લગાવ્યા છે... ચૂંટણી જાહેર થશે પછી જ કોંગ્રેસ ઉમેદવાર મામલે નિર્ણય લેશે...
વિસાવદર બેઠક લઇ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હજુ ચૂંટણી જાહેર થઇ નથી, ત્યારે એક તરફી આપ પોતાની અનુકુળતા મુજબ નામ જાહેર કર્યું. એક તરફ કોંગ્રેસનો સહારો લેવો છે, બીજી તરફ કોંગ્રેસ પક્ષ પર ખોટા આક્ષેપ કરવા કેટલા વ્યાજબી. આપ પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવું જોઇએ. કોની સાથે ગંઠબંધન કરવું? તેવા બેજવાબદાર પાર્ટીના નેતાઓ આત્મ નિરીક્ષકોનું જોઇએ. સ્થાનિક ચૂંટણીમાં આપે ડિપોઝીટ પણ ગુમાવી છે. હાલ વિસાવદરની પેટાચૂંટણી જાહેર થઈ નથી. યોગ્ય સમયે કોંગ્રેસ પક્ષ સ્થાનીક નેતૃત્વ સાથે ચર્ચા કરી નિર્ણય કરશે. વધુ એક વાર આપ નેતાની અપરિક્વતા સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે