સુરતની ઘટના બાદ ગુજરાતના તમામ વાલીઓની ઊંઘ હરામ; સિનિયર ગાયનેકોલજીસ્ટે કર્યો મોટો ખુલાસો

Surat Love Story : સુરતની શિક્ષિકાએ ગુરુશિષ્યના સંબંધોને લજવે તેવું કામ કર્યું છે. એક તરફ સુરતની ટ્યુશન શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરવા નીકળી ગઈ હતી. ત્યારે હવે આ શિક્ષિકા પ્રેગ્નન્ટ થતા કેસમાં જાણીતાં સિનિયર ગાયનેકોલજીસ્ટે મોટો ખુલાસો કર્યો છે. 

સુરતની ઘટના બાદ ગુજરાતના તમામ વાલીઓની ઊંઘ હરામ; સિનિયર ગાયનેકોલજીસ્ટે કર્યો મોટો ખુલાસો

Student Teacher Love: સુરતની 23 વર્ષીય શિક્ષિકા પાંચમા ધોરણના વિદ્યાર્થીને ભગાડી જવાના બનાવથી ગુજરાતના તમામ વાલીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. જી હા,,, શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી જવાના કેસથી વાલીઓ ચિંતામાં ગરકાવ છે અને સૌ કોઈની ચિંતા વ્યાજબી પણ છે. કેમ કે, શિક્ષિકાએ દાવો કર્યો છે કે તે ગર્ભવતી છે અને મેડિકલ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પાંચમા ધોરણનો વિદ્યાર્થી પિતા બનવા માટે મેડિકલી ફિટ છે. શિક્ષિકાના ગર્ભમાં કોનું બાળક છે તેની તપાસ માટે DNA સેમ્પલ લેવામાં આવ્યાં છે પરંતુ આખા સમાજને વિચારતા કરી દેતા આ બનાવ બાદ જાણીતાં સિનિયર ગાયનેકોલજીસ્ટે મોટો ખુલાસો કર્યો છે. 

ZEE 24 કલાક સાથેની વાતચીતમાં સિનિયર ગાયનેકોલજીસ્ટ ડૉક્ટર અર્ચના શાાહનું કહેવું છે કે જંકફૂડ, મોબાઈલ અને બદલાતી લાઈફ સ્ટાઈલ આપણાં બાળકોને અસર કરી રહી છે. દરેક માતાપિતા માટે સુરતનો કેસ લાલ બત્તી સમાન ગણાવતાં ડૉક્ટરે કહ્યું કે વાલીઓ પોતાનાં સંતાનોને સારા-ખોટાની સમજણ આપે તે હવે જરૂરી બની ગયું છે. કેમ કે, 13 વર્ષના છોકરાઓ સેક્સ્યુઅલી સક્ષમ થઈ ગયા છે. છોકરો હોય કે છોકરી હવે નાની ઉંમરમાં જ યૌવનનાં લક્ષણો આવી જાય છે. આજથી 30 વર્ષ પહેલાં બાળકોમાં જે લક્ષણો  12-14 વર્ષે દેખાતાં હતાં તે હવે 8-9 વર્ષે જ દેખાવા લાગ્યાં છે. 

ડૉક્ટરનું કહેવું છે કે ખાણીપીણી અને બદલાતા હવામાનથી બાળકોના હોર્મોન્સમાં પણ બદલાવ થઈ રહ્યો છે અને આ બદલાતી જીવનશૈલીમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના જમાનામાં બાળકો પાસે નોલેજ આવી ગયું છે પણ મેચ્યોરિટી નથી આવી. આવા પડકારજનક સમયમાં માતાપિતાને પણ નથી ખબર કે કઈ રીતે તેઓ પોતાનાં સંતાનોને સાચા-ખોટાની સમજણ આપે. .

શાળામાં શિક્ષકો પણ શરીરની પ્રજનન પ્રણાલિનો પાઠ આવે તો તેને સ્કિપ કરી છે અને કહી દે છે કે ઘરે જઈને વાંચી લેજો. ડૉક્ટરનું કહેવું છે કે આ પ્રકારે હકીકતથી દૂર ભાગવાના બદલે શાળામાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી બની ગયું છે અને તેનાં ભયસ્થાનો બતાવવાનો સમય પણ આવી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news