પાકિસ્તાનીઓને કરાંચીનો ડર, ભારતના આ નિર્ણયથી ફફડ્યા, ભારત હુમલો કરે એ પહેલાં પાકે ખેલ્યો મોટો દાવ!
Pahalgam Terror Attack: હિન્દુસ્તાનનો સામનો કરવા માટે જે લોકો મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે તેઓએ એ જોવાની જરૂર છે કે એમની ચીન સિવાય વિશ્વના કોઈ દેશે તરફેણ કરી નથી.
Trending Photos
Modi Government: પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર પાકિસ્તાને ભીખારી બનાવી ભારત રીતસરનું રડાવશે. આ માટે ભારતે 3 જગ્યાએ મોરચો ખોલી દીધો છે. ભારતે હવે આંતરરાષ્ટ્રીય મંચો પર પણ પાકિસ્તાનને ઘેરવાની રણનીતિ અપનાવી છે. તેનો હેતુ એ છે કે પાકિસ્તાન અને ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં આતંકવાદ પરથી ધ્યાન હટાવી ન શકે. ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ને પણ પાકિસ્તાનને આપવામાં આવી રહેલી લોનની સમીક્ષા કરવા જણાવ્યું છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે ટોચના અમેરિકી નેતાઓ સાથે વાતચીત કરી છે.
બીજી તરફ ભારતે ચીન સાથે મળીને ખાસ બેઠક બોલાવવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે UNSCના તમામ કાયમી અને અસ્થાયી સભ્ય દેશોનો સંપર્ક કર્યો છે. ઉપરાંત, IMF અને FATF ને પણ પાકિસ્તાનની ગતિવિધિઓ પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવામાં આવે કારણ કે તેણે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. ભારતે પોતાના વલણ અંગે UNSC ના તમામ અસ્થાયી સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનો સંપર્ક કર્યો છે. ગ્રીસે સંકેત આપ્યો કે ભારત-પાકિસ્તાન તણાવ પર ટૂંક સમયમાં બેઠક યોજાઈ શકે છે.
મોદી સરકારે લીધો એવો નિર્ણય કે પાકને છૂટ્યો પરસેવો
26 લોકોના મોત બાદ ભારત કડક એક્શનના મૂડમાં છે. પાકિસ્તાન પર એક પછી એક પ્રતિબંધો લાદી રહ્યું છે. સૌથી મોટો નિર્ણય એ સિંધુ જળસંધી રદ કરવાનો છે. ભારતે પોસ્ટલ પાર્સલ પર પ્રતિબંધ લગાવ્યા પહેલાં પાકિસ્તાનથી આયાત થતી બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અમે તમને જણાવી દઈએ કે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગે આવતા તમામ પ્રકારના ટપાલ અને પાર્સલના વિનિમયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત પાકિસ્તાનને એક બાદ એક ઝટકા આપી રહ્યું છે. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં મૂકાઈ ગયું તો ભીખારી બનતાં કોઈ નહીં રોકી શકે, ભારત આ માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.
પાકિસ્તાનીઓને કરાંચીનો ડર, ભારતના આ નિર્ણયથી ફફડ્યા
પહેલગામ હુમલા પછી ભારત કેવી પ્રતિક્રિયા આપશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા આતંકવાદીઓના સમર્થકો તેમના ગુનાઓ છુપાવવા માટે બકવાસ કરી રહ્યા છે. ફક્ત યુદ્ધના ડરને કારણે પાકિસ્તાની સૈનિકોના ગળા વારંવાર ડરથી સુકાઈ રહ્યા છે. આમ છતાં દેશની તૈયારીઓને સમજ્યા વિના કેટલાક પાકિસ્તાની રાજકારણીઓ અને તેમના ચાપલૂસો શેખ ચિલ્લી બની પરમાણું બોમ્બની ધમકીઓ આપી રહ્યાં છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને પાકિસ્તાની યુટ્યુબર્સ પર થતી ચર્ચાઓમાં લોકોને ડર છે કે કરાંચી તેમની પાસેથી છીનવાઈ શકે છે. પાકિસ્તાનીઓમાં ડર બેસી ગયો છે કે INS સૂરત અને વિક્રાંત તેમની પાસેથી કરાંચી છિનવી લેશે. હાલમાં અરબી સમુદ્દમાં તૈનાતીએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. કરાંચી એ પાકિસ્તાનનું સૌથી મોટું બંદર છે. જે કોઈ પણ સંજોગોમાં ગુમાવવું પાકિસ્તાન માટે પોષાય તેમ નથી.
તો ભારત પર કર દેંગે હમલા ફરી રક્ષામંત્રીની ગિદડ ધમકી
પહેલગામ હુમલા પછી ભારતના એક્શન પ્લાનથી પાકિસ્તાન ધ્રૂજી રહ્યું હોવા છતાં મંત્રીઓની બોલતી બંધ થઈ રહી નથી. તેઓ વારાફરતી ભારતને ધમકીઓ આપી રહ્યાં છે. બિલાવલ ભુટ્ટો અને ખ્વાજા ચૂપ રહી શકતા નથી. ઘરે ખાવાના ફાંફા છે અને ભારતને હુમલો કરવાની ધમકીઓ આપી રહ્યાં છે. કદાચ તેઓ ૧૯૭૧ નું યુદ્ધ અને કારગિલના પરિણામો ભૂલી ગયા છે. હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સિંધુ જળ સંધિ અંગે ભારતને ધમકી આપી છે. જિયો ન્યૂઝ સાથેના એક ટીવી ઇન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે કહ્યું છે કે જો તેઓ સિંધુ નદીના પાણી પર કોઈ માળખું બનાવવાનો પ્રયાસ કરશે, તો અમે તેના પર હુમલો કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પણ માળખાગત સુવિધા બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો પાકિસ્તાન તે માળખાનો નાશ કરશે. હાલમાં પાકિસ્તાન સિંધુ જળ સંધિ માટે ઉપલબ્ધ મંચો પર સંપર્ક કરી રહ્યું છે અને તેને આગળ વધારશે. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું કે ભારત માટે સંધિનું ઉલ્લંઘન કરવું સરળ રહેશે નહીં.
ભારત હુમલો કરે એ પહેલાં પાકે ખેલી લીધો મોટો ખેલ
ભારતના ડરને કારણે પાકિસ્તાને LoC નજીક 3 આતંકવાદી લોન્ચ પેડ ખાલી કરી દીધા છે. ગુપ્તચર અહેવાલોના આધારે સૂત્રોએ જણાવ્યું છે કે, જમ્મુમાં કઠુઆ સાથે જોડાયેલા શંકરગઢ અને સમહાની અને નૌશેરામાં હીરાનગરને અડીને આવેલા સુખમલમાં ત્રણ મોટા લોન્ચ પેડ ખાલી કરાવવામાં આવ્યા છે. પહેલગામ હુમલા પહેલાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકવાદી સંગઠનોના 20 થી 25 આતંકવાદીઓ ત્યાં હાજર હતા. પાકિસ્તાની સેના તેમને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં મોકલવાની યોજના બનાવી રહી હતી. પરંતુ વળતા હુમલાના ડરને કારણે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે.
તમને ખબર નહીં હોય પણ કારગિલ યુદ્ધ બે મહિના અને 23 દિવસ સુધી ચાલ્યું હતું. કારગિલ યુદ્ધમાં 527 સૈનિકો શહીદ થયા હતા અને 1300 થી વધુ ઘાયલ થયા હતા. પહેલગામ આતંકવાદી હુમલાને ૧૨ દિવસ થઈ ગયા છે. દુશ્મન દેશ પાસેથી બદલો લેવાની માંગ જોર પકડી રહી છે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું છે કે ગુનેગારોને એવી સજા મળશે કે લોકો ક્યારેય ભૂલશે નહીં. ગૃહમંત્રી અમિત શાહે પણ આતંકવાદીઓ સામે ગણી ગણીને બદલો લેવાની વાત કરી છે.
26 વર્ષ પહેલાં ભારતે આજે પાક સામે શરૂ કર્યું હતું યુદ્ધ
પાકિસ્તાનને ભારત સામે ચાર વખત યુદ્ધમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છતાં એ સુધરવાનું નામ લઈ રહ્યું નથી. પહેલગામ હુમલા બાદ ભારતે ફરી એકવાર તેમને પાઠ ભણાવવાના ઈરાદા પર મક્કમ છે. પહેલગામ હુમલા વચ્ચે ૩ મે ૧૯૯૯ના દિવસને કોણ ભૂલી શકે? પાકિસ્તાને ઉંચી પહાડીયો પર કબજો કરીને જે હિમાકત કરી હતી એને પછાડવા માટે ભારતે આજે યુદ્ધની ઘોષણા કરી હતી. આ યુદ્ધને આજે 26 વર્ષ વીતી ગયા છે પણ તેની યાદો હજુ પણ જીવંત છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાનું એલાન કર્યું છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. હુમલાના ૧૨ દિવસ પછી પણ પાકિસ્તાનમાં ગભરાટ છે કે ભારત ક્યારે, ક્યાં અને કેવી રીતે હુમલો કરશે. આ પહેલા ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન બાલાકોટ દ્વારા પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી, જોઈ લો આ VIDEO
પાકિસ્તાન ભલે ફફડી રહ્યું હોય પણ સાથે સાથે યુદ્ધની પણ તૈયારીઓ કરી રહ્યું છે. પાકિસ્તાને અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જેની રેન્જ 450 કિમી છે. આ પરીક્ષણ કદાચ આર્મી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (ASFC) હેઠળ હાથ ધરવામાં આવેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો એક ભાગ હતો, જે પાકિસ્તાનના પરમાણુ-સક્ષમ મિસાઇલ દળોને સંભાળે છે.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે 450 કિલોમીટરની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ બેલેસ્ટિક મિસાઇલનું નામ અબ્દાલી છે, જેનું પરીક્ષણ પાકિસ્તાન દ્વારા સોનમિયાની રેન્જમાં કરવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્દાલી વેપન સિસ્ટમ તરીકે ઓળખાતી આ મિસાઈલનું પરીક્ષણ લશ્કરી કવાયત 'એક્સરસાઇઝ સિંધુ' હેઠળ કરવામાં આવ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની રાજદ્વારી કાર્યવાહી બાદ, પાકિસ્તાન સતત NOTAM જારી કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે