આ એજ 6 અસામાજિક તત્ત્વોના ચહેરા છે, જેણે અમદાવાદમાં રાત્રે તલવારો સાથે મચાવ્યો આતંક, VIDEO વાયરલ
Anti Social elements nuisance in Ahmedabad: અમદાવાદની રખિયાલની એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાતે અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
Trending Photos
Anti Social elements nuisance in Ahmedabad: ઉદય રંજન/અમદાવાદ: રખિયાલમાં જૂની અદાવતમાં આરોપીઓએ ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યાની બનાવ સામે આવ્યો છે. રખિયાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી છે. અજિત મિલ વિસ્તારમાં આવેલી અજિત રેસીડેન્સી સોસાયટીમાં હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર રખિયાલ પોલીસે એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.
હુમલો અને ઝગડો કરવા પાછળ નું કારણ એક વર્ષ અગાઉનું હોવાનું સામે આવ્યું છે. જેમાં રખિયાલના સુંદરનગર માં ફરિયાદી સલમાન ખાન પઠાણ અને આરોપી વચે એક વર્ષ પહેલા મકાન બાંધકામ અંગે ઝગડો થયો હતો તેની અદાવત રાખી ને આરોપીઓએ ગઈ સોમવાર ની રાત્રી એ ફરિયાદી સલમાન ખાન પઠાણ અને તેના ઘર પર જીવલેણ હુમલો કર્યો હોવા નું તપાસ માં સામે આવ્યું છે.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી અજિત રેસીડન્સી સોસાયટીમાં સોમવારે રાતે ટોળાએ B-106 નંબરના મકાનમાં હથિયારો વડે હુમલો કર્યો હતો જેના સીસી ટીવી અને વીડિયો પણ સામે આવ્યા છે .ફરિયાદી સલમાન પઠાણને સુંદર નગર વિસ્તારમાં ચપ્પાના ઘા મારી તેના મકાન ઉપર હુમલો કરવા આવેલા હતો એક સગીર સહિત 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં અફવાત સિદ્દીકી,અસરફ પઠાણ,અમમર સિદ્દીકી,કાલીમ સિદ્દીકી અને અજીમ સિદ્દીકી તેમજ જાવેદ આલમ નિયાસ ખાન સમાવેશ થવા પામ્યો છે.
આરોપીઓએ એક વર્ષ અગાઉ ફરિયાદી સલમાન પઠાણ નું મકાન બાંધકામ દરમિયાન મારામારી કરી હતી જેમાં સલમાનખાન પઠાણ ની છરી ના ઘા પણ મારવા માં આવ્યા હતા .જે બાદ એક વર્ષ સુધી કોઈ ઘટના બની ન હતી અને જેની જૂની અદાવત માં ફરિયાદી અને આરોપીઓ સોમવાર ની રાત્રે એક લગ્ન પ્રસંગના જમણવાર માં સામે સામે મળી જતા પહેલા લગ્ન પ્રસંગ ના સ્થળ બહાર માર મારવા માં આવ્યો હતો જ્યાં થી ફરિયાદી સલમાન ખાન પઠાણ ભાગતો ભાગતો પોતાના ઘરે આવતા આરોપીઓ એ ભેગા થઈને ઘર સુધી આવી ને હુમલો કર્યો હતો.
આ ઘટના બનતા ની સાથે જ રખિયાલ પોલીસ જે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી, પણ પોલીસ આવી જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે રખિયાલ પોલીસે વહેલી સવાર સુધીમાં મુખ્ય એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીઓની દાદાગીરી ઉતારવા માટેથી બનાવના સ્થળ અને આરોપીઓના ઘર પાસે જાહેરમાં લઈ જઈને માફી મંગાવીને સાથે જ સ્થળ પરનું પંચનામુ પણ કર્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ખિયાલ પોલીસે સમગ્ર બનાવની લઇને વીડિયો અને સીસીટીવી ફુટેજના આધારે પોલીસે હાલ 6 આરોપીઓ ઓળખ કરીની ધરપકડ કરી છે, સાથે જ રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે